જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાને આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ઐતિહાસિક ઇમારત એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત ગણાતી હતી જે આ પ્રદેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જામનગરના આ ઐતિહાસિક વારસાને પણ 2001ના ભૂકંપમાં નુકસાન થયા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 25 કરોડના ખર્ચે ભુજિયા કોઠાના રિસ્ટોરેશન, ક્ધઝર્વેશન, ક્ધસોલિડેશન અને રિ-પ્રોડક્શનની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. ભુજિયા કોઠાના વારસાને તેના ઐતિહાસિક ગૌરવ સાથે પ્રસ્થાપિત કરવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સાથે સંકલનમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને તેના ફેઝ-1નું લોકાર્પણ 20 સપ્ટેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભુજિયા કોઠાનું નિર્માણકાર્ય 1839થી 1852 દરમિયાન કરવામાં આવ્યુ હતું. સુરક્ષા અને સંદેશાવ્યવહાર માટે થતો હતો. વર્ષ 2001માં આવેલા ભૂકંપથી આ ઇમારતને ક્ષતિ પહોંચી હતી. ભુજીયા કોઠાનું સ્થાપત્ય, કલાત્મક બારી, ખડકી, ઝરુ્ખા અને રંગમંડપને સદીઓ જૂની પરંપરાગત તકનીકો અનુસાર અથાગ પ્રયાસ દ્વારા ઐતિહાસિક સ્વરૂૂપ આપવામાં સફળતા મળી છે. આ ભવ્ય ઇમારત તેના મૂળ સ્વરૂૂપમાં આકાર લઇ શકે તેથી રિસ્ટોરેશન કાર્યમાં ચૂનો, ગુગળ, મુલતાની માટી, ગોખરૂૂ, અરીઠા, સિંદૂર સહિતની કુદરતી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

