Site icon Gujarat Mirror

મોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોત

ગુજરાત મિરર, મોરબી,તા.6
મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ફેકટરીના ક્વાર્ટરમાં પથારીવશ 60 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબી રાજકોટ હાઈવે પર આવેલ અજંતા કારખાનાના ક્વાર્ટરમાં રહેતા નરેશભાઈ વેરશીભાઈ દધુકીયા (ઉ.વ.60) નામના વૃદ્ધ આજથી 19 વર્ષ પહેલા અકસ્માત થયો હતો અને પથારીવશ રહેતા હતા અને કોઈ કારણોસર નરેશભાઈનું મોત થયું હતું સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

મોરબીના પર પેટમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત

પાવડીયારી રોડ પર ફેકટરીમાં રહીને કામ કરતા યુવાનને પેટમાં દુખાવો થયા બાદ મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મોરબીના પાવડીયારી રોડ પર અલાસ્કા કારખાનામાં કામ કરતા ઉમેશ બાબુભાઈ (ઉ.વ.39) નામના યુવાનને ગત તા. 03 ના રોજ પેટમાં દુખાવો થયા બાદ મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે બનાવની નોંધ કરી મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

મોરબીના લાલપર ગામમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

લાલપર ગામની સીમમાં ફેક્ટરીની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ 21 વર્ષીય યુવાને આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે. મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ ઇપોસ સ્ટાઈલની કોલોનીમાં રહીને કામ કરતા નીજર ઓમાન (ઉ.વ.21) નામના યુવાને ગત તા. 03 ના રોજ ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.

મોરબીના મકનસર ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

મકનસર ગામે રહેતી યુવતીએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબી તાલુકાના મકનસર ગામના રહેવાસી રીયાબેન બીપીનભાઈ પાંડે નામની યુવતીએ ગત તા. 03 ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

Exit mobile version