Site icon Gujarat Mirror

વોર્ડ નં.2માં અશાંતધારાના ભંગની ફરિયાદ અંગે ખુદ કલેક્ટર કરશે તપાસ

14 મકાનોના શંકાસ્પદ વેચાણની નામ જોગ રજૂઆત કરવામાં આવી હતી


શહેરના કેટલાક વિસ્તારોમાં લાગુ પાડવામાં આવેલા અશાંતધારાનો યોગ્ય અમલ ન થતો હોવાની રજૂઆત ધારાસભ્ય ડો. દર્શિતા શાહ અને ભાજપના સ્થાનિક આગેવાનો તથા સ્તાનિક રહેવાસીઓ દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યા બાદ આ બાબતે ખુદ કલેક્ટરે પોતે જ તપાસ શરૂ કરી છે.


ધારાસભ્ય ડો. દર્શિતા શાહે ભાજપના સ્થાનિક આગેવાનો અતુલ પંડિત, ધર્મેદ્ર મિરાણી તેમજ કેટલાક રહેવાસીઓને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તેમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. 2 માં જ્યાં અશાંતધારો લાગુ કરવામાં આવેલ છે ત્યાં કોઈને કોઈ કારણસર મુસ્લિમના નામે દસ્તાવેજ થાય છે કે હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમો રહે છે. આ બારામાં યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે.


આવેદનપત્રમાં જણાવાયું છે કે, નહેરુનગર વિસ્તારમાંથી હિન્દુઓ હિઝરત કરી ગયા છે. તેમજ સુભાષનગર 8-9 તેમજ 10 નંબરની શેરીમાં પણ હિન્દુઓ હિઝરત કરી ગયા છે. આ વિસ્તારોમાં મુસ્લિમને મકાન વેચવાનું હોય તો તે હિન્દુ સિવાય કોઈને વહેંચી શકે નહીં તેવી કડક કાર્યવાહી થાય તો જ આ વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમોનું બેલેન્સ થાય તેમ છે.


સાથો સાથ મની લોન્ડરીંગ પણ થયું હોય તેવુ જણાય છે. અગાઉના નાયબ કલેક્ટર ચૌધરી તથા નાયબ મામલતદાર વર્ષાબેન વેગડે અસરકારક કામગીરી કરી હોય તેવું જણાતુ નથી. હાલના નાયબ કલેક્ટર તથા તેની નીચેના અધિકારી પોલીસ તથા હાઈકોર્ટના બહાના આપી મુસ્લિમોને મંજુરી આપતા હોય તેવું જણાય છે. તો આ બાબતમાં ઉંડાણપુર્વક તપાસ કરવી જરૂરી છે.

Exit mobile version