Site icon Gujarat Mirror

સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને કાલે વડાપ્રધાનના હસ્તે પ્રોપટી કાર્ડ અપાશે

 

કેન્દ્ર સરકાર દ્વારા 2021 માં સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. મિલકત સંબંધિત બાબતોમાં વધુ પારદર્શક અને સ્પષ્ટ વ્યવહારોથી ગ્રામીણ પરિવારોમાં જમીનના વિવાદો ઓછા કરી નાણાકીય સ્થિરતાની સાથે ગામના સર્વાંગી વિકાસ માટે સ્વામિત્વ યોજના કાર્યરત છે. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે 11 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

રાજકોટ જિલ્લો પણ રાજ્યમાં પ્રથમ ક્રમે છે. ત્યારે આવતીકાલે શુક્રવારના રોજ બપોરના 12:30 કલાકે વડાપ્રધાન વરચુલી હેમુ ગઢવી હોલ ખાતે જોડાશે તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ અલગ-અલગ જગ્યા જેવી કે ગોંડલના નાના મહીલા, કોટડા દેવડીયા અને જસદણના બોધાવદર ખાતે આ યોજનાના લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ નું વિતરણ કરવામાં આવશે. જેમાં નાના મહીકામાં 140, કોટડા દેવડીયામાં 42, અને બોધાવદર 169 જેટલાં લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ નું વિતરણ કરવામાં આવશે.

Exit mobile version