Site icon Gujarat Mirror

હર હર મહાદેવના નાદ સાથે કામનાથ મહાદેવની 76મી વરણાગી નીકળી

બેડીનાકા સ્થિત 146 વર્ષ પૌરાણિક શ્રી કામનાથ મહાદેવનો 76મો પાટોત્સવ ઉજવાઈ ગયો. લઘુરૂદ્રાભિષેક પૂજન, ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું. કામનાથ મહાદેવની વરણાગી અને ફૂલેકું કામનાથ મહાદેવના મંદિરથી લઈ પરા બજાર, કપડા માર્કેટ, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા, આશાપુરા મંદિર, કોઠારીયા નાકા થઈ ફરી કામનાથ મહાદેવના મંદિરે પૂર્ણ થયું, જેમાં સમગ્ર રાજકોટ શહેર મહાદેવમય બન્યું. મહાદેવની નગરયાત્રામાં રંગારંગ કાર્યક્રમ સાથે ફરી હતી. આ ફુલેકા દરમિયાન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જામખંભાળીયાનું પ્રખ્યાત આંબાવાડી કલાવૃંદ, શ્રી ભીષ્મરમૈયા ભકત મંડળ ઉજ્જૈન (આહલાદક ડમરૂ વાદન), નાસિકના પ્રખ્યાત ઢોલ (સ્ટારગ્રુપ), સોમનાથ ભીખુભાઈ અખીયા ગ્રુપ (ગરબા) ગડુની સુર મધુર શરણાઈ વાદન તેમજ અન્ય રાસમંડળીઓ, દીવડા આરતી, અવનવા ફલોટ્સ તથા વિલિધ સ્થળેથી પરંપરાગત લોક કલાકારો વગેરે ભાગ લઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. છેલ્લા 75 વર્ષથી અવિરત પણે શ્રાવણ સુદ દશમના રોજ શ્રી કામનાથ મહાદેવનું ફુલેકુ વરણાગી રૂપે રાજકોટના રાજમાર્ગે પર નીકળે છે. જેમાં હર હર મહાદેવના નાદ સાથે અનેક ભકતો જોડાય છે. (તસવીર : મુકેશ રાઠોડ)

Exit mobile version