Site icon Gujarat Mirror

વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન રમવા ન આવે, આતંકવાદી જૂથની ખુલ્લી ધમકી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. પહેલા ઘણા ખેલાડીઓ PSLમાંથી ખસી ગયા, પછી ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ઈંધણની અછતને કારણે ટુર્નામેન્ટ બંધ દરવાજા પાછળ યોજવાની ફરજ પડી. હવે, કંઈક એવું બન્યું છે જે સમગ્ર ટુર્નામેન્ટને જોખમમાં મૂકી શકે છે. પાકિસ્તાન સુપર લીગ શરૂૂ થાય તે પહેલાં એક આતંકવાદી સંગઠને બધા વિદેશી ખેલાડીઓને ધમકી આપી છે.

તેમનું કહેવું છે કે વિદેશી ખેલાડીઓએ પાકિસ્તાન ન આવવું જોઈએ નહીં તો જે કંઈ થશે તેના માટે તેઓ જવાબદાર રહેશે નહીં. ધમકી આપનાર જૂથ, જમાત-ઉલ-અહરારે જાહેર નિવેદન જારી કરીને ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ડેરિલ મિશેલ જેવા ખેલાડીઓને PSL માં ભાગ ન લેવા કહ્યું છે. તેઓ જો ટુર્નામેન્ટમાં ભાગ લેશે તો જીવને ખતરો થઈ શકે છે.

જમાત-ઉલ-અહરારે ધમકી આપતા કહ્યું, અમે વિશ્વભરના તમામ ક્રિકેટ બોર્ડને સલાહ આપીએ છીએ કે તેઓ તેમના ખેલાડીઓને પાકિસ્તાન ન મોકલે. જો તેમને અહીં કંઈ થશે તો તેઓ જવાબદાર રહેશે નહીં. અમે પહેલેથી જ ચેતવણી આપી છે. જો ખેલાડીઓ પાછા નહીં હટે, તો અમે અમારી તાકાતમાં જે હશે તે કરીશું પરંતુ મેચ થવા દઈશું નહીં. અમે ખેલાડીઓને મેદાનમાં ઉતરતા અટકાવવા માટે તમામ પ્રયાસો કરીશું.

ટુર્નામેન્ટમાં મહત્વપૂર્ણ વિદેશી ખેલાડીઓમાં ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, મોઈન અલી, ડેવોન કોનવે અને એડમ ઝામ્પા સામેલ છે. તેમના ટુર્નામેન્ટમાં ભાગ લેવા અંગે હવે પ્રશ્ન ઊભો થયો છે. PCB અને અન્ય ક્રિકેટ બોર્ડોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના ખેલાડીઓની સુરક્ષાની ખાતરી કરે.
સુરક્ષા કારણોસર ઉદ્ઘાટન સમારોહ પણ રદ કરવામાં આવ્યો છે. PCB એ કહ્યું છે કે હાલની સ્થિતિ ચાલુ રહે ત્યાં સુધી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ નહીં મળે. આ નિર્ણય મુશ્કેલ હતો, પરંતુ ખેલાડીઓની સલામતી માટે જરૂૂરી હતો.

Exit mobile version