Site icon Gujarat Mirror

છોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતનો હુમલો

અટલ સરોવર પાસે બાઈકચાલકને આંતરી અજાણ્યા શખ્સોએ માર માર્યો

શહેરમાં રૈયા રોડ ઉપર આવેલા છોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતે છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, છોટુનગરમાં રહેતાં અને શાકભાજીનો ધંધો કરતાં જગમાલભાઈ કાંતિભાઈ સમેચા (ઉ.40)એ એક વર્ષ પહેલા ઘર પાસે ભાડુ અપાવેલું મકાન ખાલી કરવાનું કહેતાં ભાડુઆત રમેશ નામનાં શખ્સે છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મુંજકામાં આવેલા ટીટોડીયા કવાર્ટરમાં રહેતાં વિનોદચંદ રાજુચંદ ઠાકોરી નામનો 25 વર્ષનો યુવાન હોટલમાં કામ કરી પોતાનું બાઈક લઈ મધરાત્રે ઘરે પરત ફરતો હતો ત્યારે અટલસરોવર પાસે અજાણ્યા શખ્સોએ આંતરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસહાથ ધરી છે.

Exit mobile version