શહેરમા કાલાવડ રોડ પર મોટા મવા વિસ્તારમા આવેલ લક્ષ્મીનાં ઢોળે રહેતો અને ધો 10 પાસ 17 વર્ષનો સગીર કોમ્પ્યુટરનાં કલાસમા મોડો જતો હતો જેથી માતાએ ઠપકો આપતા પુત્રને માઠુ લાગી આવતા ઝેરી પાવડર પી લીધો હતો. સગીરને ઝેરી અસર થતા સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો .
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા કાલાવડ રોડ પર મોટા મવા વિસ્તારમા આવેલ લક્ષ્મીનાં ઢોળે રહેતો અને ધો 10 પાસ દર્શન અશોકભાઇ મારુ નામનો 17 વર્ષનો સગીર પોતાના ઘરે હતો ત્યારે સાંજનાં છએક વાગ્યાનાં અરસામા ઝેરી પાવડર પી લીધો હતો. સગીરને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા દર્શન મારુ બે ભાઇ એક બહેનમા વચેટ છે અને ધો 10 પાસ છે . હાલ દર્શન મારુ કોમ્પ્યુટરનાં કલાસ કરે છે અને કલાસમા મોડો જતો હોવાથી માતાએ ઠપકો આપતા ઝેરી પાવડર પી લીધો હોવાનુ જાણવા મળી રહયુ છે. આ બનાવ અંગે યુનીવર્સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.