Site icon Gujarat Mirror

ટી બોર્ડ ઓફ ઇન્ડિયાની બુધવારે મીટિંગ, ટેરિફ સહિતની થશે ચર્ચા

રાજકોટથી દિનેશ કારીયા કૂનૂર જવા રવાના

ટી બોર્ડ ઓફ ઇન્ડિયાની 252 મી મીટીંગ તા 13 ઓગસ્ટ રોજ (સાઉથમાં) કૂનૂર ખાતે હોટલ તાજ મા રાખવામાં આવેલ છે જેમાં ભાગ લેવા માટે દિનેશભાઇ કારીયા આજે કૂનૂર જવા રવાના થયા છે

ટી બોર્ડ ની 252 મી ખુબ જ મહત્વ છે કારણકે અમેરીકાએ જે રીતે ભારત ઉપર ટેરીફ નાખેલ છે એ જોતાં ભારત માંથી ચા નિકાસ યુએસ મા થાય છે જેની અસર ચા બજાર ઉપર પડશે જેના વિષે ચર્ચાવિચારણા કરવામાં આવશે આ ટેરીફ અસર ભારત નિકાસ થતી ચા બજાર ઉપર પડશે તેના વિકલ્પો વિષે ચર્ચાવિચારણા થશે તથા ભારત નું ચા નું પ્રોડક્શન અને નિકાસ વિષે અને ભારત માં ચા ના વપરાશ વિષે અને આવનારાં દિવસોમાં ચા ભાવ વિષે ઉંડાણ પૂર્વક ચર્ચાવિચારણા કરવામાં આવશે સારી કોલેટીનુ ચા પ્રોડક્શન થાય એ માટે તમામ ચા બગીચા માલીકો સાથે પણ વિચાર વિમર્શ થશે આસામમા બોટલીફ ફેક્ટરી ની ચા ની કોલેટી માં સુધારો કરવા ઉપર ભાર મુકવામાં આવશે આ મીટીંગ ટી બોર્ડ ના ચેરમેન અને ભારત સરકાર નાં કોમર્સ વિભાગના સેક્રેટરી શ્રી સત્યા શ્રીનિવાસ જી લેશે જેમા તમામ બોર્ડના મેમ્બર હાજર રહેશે

Exit mobile version