Site icon Gujarat Mirror

રાજકોટમાં રવિવારે 49127 ઉમેદવારોની તલાટીની પરીક્ષા

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 162 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા

મહેસુલી વિભાગ દ્વારા આગામી તા.11ને રવિવારના રોજ તલાટી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં 49127 ઉમેદવારોને કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ તમામ ઉમેદવારો માટે 162 સેન્ટરો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, રવિવારે તલાટી મંત્રીની પરીક્ષા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે. રાજ્યભરમાં યોજાનારી પરીક્ષા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં તૈયારીઓ કરવા માટે સ્થાનિક તંત્રોને સુચના આપવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં 162 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં 49127 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા સાનુકુળ વાતાવરણમાં લેવાય તે માટેની જવાબદારી તમામ મામલતદારો અને ડેપ્યુટી કલેકટરોને કલેકટર અને એડીશનલ કલેકટરનાં માર્ગદર્શન હેઠળ સોંપવામાં આવી છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને સરકારના નિયમ મુજબ સંશાધનોનો ઉપયોગ કરવા માટે સુચના અપાઈ છે. તેમજ અધિકારીઓને પણ પરીક્ષાઓ પર નજર રાખવા તાકીદ કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં વિવિધ વિભાગો સાથે પણ બેઠક કરી કામની વહેંચણી કરવામાં આવશે.

Exit mobile version