Sports

ટી-20 શ્રેણી, ભારતની બોલિંગ સામે દ.આફ્રિકા ઘૂંટણિયે, 61 રને વિજય

Published

on

ચાર મેચની શ્રેણીમાં વિજયી પ્રારંભ, સંજુ સેમસન અને સૂર્યકુમારની ધમાકેદાર બેટિંગ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ મેદાન પર રમાઇ હતી. આ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 203 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટે 202 રન બનાવ્યા હતા. સંજુ સેમસને આ મેચમાં માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સંજુએ 107 રનની ઇનિંગ રમી હતી.


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂૂઆત ખાસ રહી ન હતી અને ચોથી ઓવરના પ્રથમ બોલ પર જ ભારતનો કુલ સ્કોર 24 રન હતો ત્યારે અભિષેક માત્ર 7 રને આઉટ થઇ ગયો હતો. અભિષેક જેરાલ્ડ કોએત્ઝીના હાથે કેપ્ટન એડન માર્કરામના હાથે કેચ આઉટ થયો.. આ પછી સંજુ સેમસન અને સુકાની સૂર્યકુમાર યાદવે મળીને ઇનિંગને સંભાળી હતી. પાવરપ્લેમાં ભારતે એક વિકેટે 56 રન બનાવ્યા હતા.
203 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમના બેટ્સમેનો ખાસ કંઇ કમાલ કરી શક્યા ન હતા અને એક પછી એક બેટ્સમેન પેવેલિયન ભેગા થઇ ગયા હતા.


અર્શદીપ સિંહે તેની પ્રથમ જ ઓવરમાં કેપ્ટન એડન માર્કરમને 8 રનમાં આઉટ કરી દીધા. માર્કરમ વિકેટની પાછળ સંજુ સેમસનને કેચ આપીને આઉટ થયા. ટ્રિસ્ટન સ્ટબ્સ ફોર્મમાં દેખાઈ રહ્યા હતા, પરંતુ તેમને આવેશ ખાને સૂર્યા દ્વારા વ્યક્તિગત 11 રને કેચ આઉટ કરાવ્યા. રિયાન રિકેલ્ટન સજાગ લાગતા હતા, પણ 5.2 ઓવરમાં તેઓ વરુણ ચક્રવર્તીની બોલ પર તેમના 21 રનના સ્કોર પર હતા ત્યારે તિલક વર્માને કેચ આપી બેઠા. આ રીતે રિયાનના આઉટ થતા જ દક્ષિણ આફ્રિકાની ટીમની 44 રને 3 વિકેટ પડી ગઇ હતી.


અહીંથી ડેવિડ મિલર અને હેનરિક ક્લાસેન એ ચોથી વિકેટ માટે 42 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ વરુણ ચક્રવર્તીએ એક જ ઓવરમાં બંનેને પેવેલિયન ભેગા કરી દીધા. પછી રવિ બિશ્નોઇએ પણ એક જ ઓવરમાં પેટ્રિક ક્રુગર (1) અને એન્ડિલે સેમિલાને (6) સસ્તામાં આઉટ કરી દીધા. સેમિલાનના આઉટ થવાના સમયે આફ્રિકાની ટીમનો સ્કોર 93 રન પર 7 વિકેટ હતો. દ.આફ્રિકાની આખી ટીમ 141 રનમાં આઉટ થઇ ગઇ હતી અને ભારતે આ મેચ 61 રને જીતી લીધી હતી

સતત બીજી ટી-20માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટસમેન સંજુ સેમસન


સંજુ સેમસન ઝ-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સતત બે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કિંગ્સમીડના ઐતિહાસિક મેદાન પર સંજુએ દક્ષિણ આફ્રિકા સામે માત્ર 47 બોલમાં પોતાની કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. આઉટ થતા પહેલા સંજુએ 50 બોલમાં 107 રનની વિસ્ફોટક ઇનિંગ રમી જેમાં સાત ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ છે. ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા બાંગ્લાદેશની ટીમ ભારત આવી હતી.

હૈદરાબાદમાં રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં તેણે 40 બોલમાં સદી ફટકારી હતી. 47 બોલમાં 111 રનની ઈનિંગ રમીને કારકિર્દીની પ્રથમ ટી20 સદી ફટકારનાર સંજુ સેમસને હવે સતત બીજી મેચમાં ટી20 સદી ફટકારી છે. હવે તે આ ફોર્મેટમાં સૌથી વધુ સદીના મામલે કેએલ રાહુલ સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચાર-ચાર સદી સાથે સંયુક્ત રીતે ટોચના સ્થાને છે. સંજુ સેમસન ભલે સતત બે ઝ20ઈં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો હોય, પરંતુ એકંદરે તે આ યાદીમાં ચોથા ક્રમે આવે છે. સંજુ પહેલા ફ્રાન્સના ગુસ્તાવ મેકેન, સાઉથ આફ્રિકાના રિલે રૂૂસો અને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટે આવો કારનામું કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version