કોરોના મહામારીનો સંઘર્ષ હજુ ચાલુ જ છે, તેવામાં ચિકનગુનિયા રોગે પણ માથું ઊંચક્યું છે. ચિકનગુનિયા રોગનો ઈતિહાસ ઘણો જુનો છે. 1952 થી 1960નાં વર્ષો દરમિયાન આફ્રિકા, શ્રીલંકા, વિયેટનામ, ઈન્ડોનેશિયા, ભારતમાં ચિકનગુનિયા ના કેસ જોવા મળ્યા હતા. તાવ સાથે સાંધામાં દુ:ખાવાનાં વિશિષ્ટ લક્ષણો ધરાવતો ચિકનગુનિયા નવજાતથી લઈને વયોવૃદ્ધ કોઈને પણ થતો જોવા મળે છે.ચિકનગુનિયા તાવ પણ વાયરસ દ્વારા ફેલાય છે. એડીસ નામનો આ વાયરસ મચ્છરના કરડવાથી મનુષ્યમાં ટ્રાન્સમિટ થાય છે. માદા મચ્છરની અયમયત અયલુાશિં અને અયમયત અહબજ્ઞાશભિીંત એ મુખ્ય પ્રજાતી છે જે રોગ ફેલાવે છે.
ચિકનગુનિયાના લક્ષણો
1. વધુ તાવ.
2. તીવ્ર માથાનો દુખાવો.
3. મોઢામાં ચાંદા અને ઉલટી.
4. ભૂખમાં ઘટાડો અને સ્વાદમાં ઘટાડો.
5. ચક્કર અને નબળાઈ.
6. હાથ, પગ અને પીઠમાં તીવ્ર દુખાવો.
7. ફોલ્લીઓ પડી જવી.
8. સાંધામાં સોજો અને સ્નાયુઓમાં દુખાવો.
ચિકનગુનિયા મચ્છરજન્ય રોગ છે. પરંતુ તે ચેપી નથી, તેથી તે એક વ્યક્તિથી બીજામાં ફેલાતો નથી, ખરેખર તો ચેપગ્રસ્ત મચ્છરો દ્વારા મનુષ્યમાં ફેલાય છે.ચિકનગુનિયાના લક્ષણોની અસર સામાન્ય રીતે 2થી 12 દિવસની વચ્ચે જોવા મળે છે પરંતુ કેટલીકવાર તે વધુ દિવસો સુધીનો સમય પણ લે છે. ચિકનગુનિયા તાવ આવવાથી શરૂૂ થાય છે જે સાંધામાં દુખાવો થવા સાથે શરીરમાં પ્રસરે છે.શરીરમાં સાંધા અને અન્ય ભાગોમાં અસહ્ય દુખાવો થાય છે. આ વાયરલ તાવ હાથ અને પગની આંગળીના સાંધાને ગંભીર અસર કરે છે, જેનાથી તીવ્ર પીડા થાય છે અને સોજો પણ આવે છે.
અસહ્ય પીડાને લીધે સ્વભાવ ચિડિયો થવા લાગે અને માથામાં દુખાવો અનુભવાય છે, થોડું પણ હલન ચલન થવાથી થાક લાગે છે, થોડું પણ કંઈ ખાવાથી ઉબકા આવે અને કંઈ ભોજન લેવાનું મન ન થાય, ચામડીમાં રેશીશ દેખાય એટલે કે લાલાશ પડતી જણાય, સાંધામાં સોજો આવે અને શરીર ભારી થતું જણાય છે.
આ ઉપરાંત ચિકનગુનિયાની જટિલતાઓમાં ન્યુરોલોજીકલ અસંતુલન, આંચકી, મ્યોકાર્ડિટિસ અથવા હૃદય સ્નાયુની બળતરા, આંખનો રોગ (યુવાઇટિસ, રેટિનાઇટિસ), યકૃતના નુકસાનને કારણે કમળો, ન્યુરોલોજીકલ રોગો, જેમ કે મેનિન્જોએન્સેફાલીટીસ, ગિલેન-બેરી સિન્ડ્રોમ, માયેલિટિસ અથવા ક્રેનિયલ ચેતા લકવો પણ થઈ શકે છે. આ પીડા ઘણીવાર અઠવાડિયા, મહિના અથવા તો વધુ અસર જણાય તો વર્ષો સુધી પણ ચાલુ રહે છે.
ચિકનગુનિયાથી બચવાના ઉપાયો
1. મચ્છર કરડવાથી બચો.
2. ઘરની અંદર અથવા નજીક પાણી ભરાવા ન દો.
3. મચ્છરદાનીનો ઉપયોગ કરો.
4. દિવસ દરમિયાન પણ મચ્છર ભગાડવાની કોઇલ પ્રગટાવતા રહો.
5. બહાર જતી વખતે મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો.
6. સંપૂર્ણ સ્લીવ્ઝ સાથે કપડાં પહેરો.
7. પાણીની ટાંકીના ઢાંકણા બંધ રાખો
8. અઠવાડિયામાં એકવાર ટાંકી ખાલી કરો અને સૂકાયા બાદ તેનો ઉપયોગ કરો. જો તમને આવા કોઈ લક્ષણ જણાય તો તાત્કાલી ડોક્ટરનો સંપર્ક સાધો
આયુર્વેદીક સારવાર :
ચિકનગુનિયામાં આયુર્વેદીક સારવાર સારા પરિણામ આપી શકે છે, પરંતુ આ સારવાર જાતે જ ન કરતાં અનુભવી વૈદ્યનાં માર્ગદર્શનમાં રહીને કરવાની સલાહ છે.
ચિકનગુનિયાની અસર 1 મહિનો, 2 મહિના અને ઘણીવાર તેનાથી પણ વધારે સમય સુધી રહી શકે છે. ચિકનગુનિયાનો આજ સુધી કોઈ ઈલાજ-પ્રોપર શોધોયેલ નથી. પરંતુ આયુર્વેદનાં સહારે આ બિમારીનાં લક્ષણો ઘણાં લેવલ સુધી ઓછા થઈ શકે છે.
આયુર્વેદમાં આ માટે ઘણી દવાઓ – ચિકિત્સા ઉપલબ્ધ છે, જેની મદદથી દર્દીને સાંધાનો દુ:ખાવો તથા તાવને નિયંત્રિત કરવામાં ઘણી મદદ મળે છે.
– જેમાં તાવ માટે સુદર્શન ઘનવટીની 2-2 ગોળી સવાર-સાંજ લેવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે.
– સંશમની વટી કે ગળો ઘનવટી પણ આ માટે ખૂબ ફાયદાકારક છે.
– તુલસી, ગળો, ચિરાયતા, મુલેઠી, કાલમેઘ, મરી, ભાંગરો, અરડૂસી, ઈલાયચી અને ભોંયઆમલીની સાથે પપૈયાના પાનનો ઉકાળો લેવાથી આ બિમારીમાં મહદ્અંશે ફાયદો થાય છે.
– વધારે અશક્તિ આવી ગયેલ હોય તો, અશ્વગંધા, શતાવરી, કે રસાયણ ચૂર્ણનો બલ્ય યોગ બનાવી દર્દીને આપી શકાય છે.
આની સાથે સાથે મચ્છરોની સમસ્યા દૂર કરવા માટે ગુગળ, રાળ, લોબાન, વચા, અને રાઈને સમાનમાત્રામાં લઈ તેની સાથે લીમડાના પત્રનો ધૂપ કરવાથી આ સમસ્યાથી છૂટકારો મળી શકે છે.આમ, ચિકનગુનિયામાં આયુર્વેદનાં ઔષધો રામબાણ સાબિત થયા છે, અને અનેક દર્દીઓને આ રોગમાંથી મુક્તિ અપાવેલ છે, તેમાં શંકાને સ્થાન નથી.
ખોરાક
તાવ હોય ત્યારે બાફેલા મગનાં 1 વાટકી પાણીમાં સિંધવ ત્રિકટુચૂર્ણ નાખીને પીવું.
પપૈયું, નાસપતિ, કેળાં જેવાં ફળો, પરવળ, ટીંડોળા, દુધી, મેથી-પાલક વગેરે સાથે રોટલી-ખીચડી જેવો સુપાચ્ય ખોરાક ખાવો.
સરગવાની શિંગ-પાનનો સૂપ, સપ્તપર્ણીનાં 4-5 નંગ પાનનો જ્યુસ નિયમિત લેવો. લીલા શાક-પાનમાં રહેલાં વિટામીન્સ અને સપ્તપર્ણીમાં રહેલાં આલ્કલોઇડ્સ ચિકનગુનિયાથી સાંધામાં થતી આડઅસર ઘટાડવામાં મદદ કરે છે.ચિકનગુનિયા મટી ગયા પછી પણ દુખાવો યથાવત્ રહે છે. આવી સ્થિતિમાં વધારે પડતો આરામ કરવાને બદલે થોડી હલનચલન અને કસરત ચાલુ રાખવી.
લોકોના મનમાં ચિકનગુનિયાને લઇને ઘણો ડર બેસી ગયો છે, પરંતુ જો લોકોમાં યોગ્ય રીતે ચિકનગુનિયાને લઇને જાગરૂૂકતા ફેલાવવામાં આવે અને તેમને આ બીમારીના લક્ષણ અને અટકાવવાના ઉપાયો વિશે યોગ્ય રીતે જણાવવામાં આવે તો આ બીમારીને આગળ વધતી અટકાવી શકાય છે.

