Site icon Gujarat Mirror

સ્વામી ભગવા છોડી હોટલમાં મહિલા સાથે દેખાયા

કોટેશ્ર્વર ગુરુકુળના સ્વામી રામકૃષ્ણનો વિવાદ ચગતા મદિરે કહ્યું…સ્વેચ્છાએ સંસારી જીવન અપનાવ્યું

અમદાવાદના પ્રસિદ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં એક મોટો વિવાદ સર્જાયો છે. કોટેશ્વર ગુરુકુલના વડા સ્વામી રામકૃષ્ણને અમદાવાદની એક હોટેલમાં એક મહિલા સાથે જોવા મળતા મંદિર વ્યવસ્થાપને તેમને ત્વરિત હટાવી દીધા છે. મંદિર તરફથી આપેલા આધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્વામીએ પોતાની મરજીથી ધાર્મિક જીવન છોડીને સંસારી જીવન અપનાવ્યું છે.આ ઘટના સામે આવતાં જ મંદિર વ્યવસ્થાપનને જાણ થઈ અને તરત જ કાર્યવાહી કરવામાં આવી. સ્વામી રામકૃષ્ણ આગાઉ ધાર્મિક વસ્ત્રોમાં ગુરુકુલના વડા તરીકે જાણીતા હતા, પરંતુ હવે તેઓ સાદા ટી-શર્ટ અને પેન્ટમાં જોવા મળી રહ્યા છે જેને લોકો તેમના સંસારી જીવનના પુરાવા તરીકે જોઈ રહ્યા છે.

મંદિરના અધિકારીઓએ કહ્યું છે કે સ્વામીને હટાવવામાં આવ્યા છે અને તેઓ સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે. તેમ છતાં, વિવાદ વધુ ગંભીર બની રહ્યો છે કારણ કે મંદિરના કોઈ પણ વરિષ્ઠ અધિકારીઓએ આ મામલે જાહેર પ્રતિક્રિયા આપી નથી.

હાલમાં મહિલાનો કોઈ વીડિયો અથવા તસવીર જાહેર થયો નથી, પરંતુ આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવી છે. સ્વામી રામકૃષ્ણ કોટેશ્વર ગુરુકુલના વડા તરીકે જવાબદારી સંભાળતા હતા

Exit mobile version