Site icon Gujarat Mirror

સુરતની ફલાઇટમાં મધમાખીઓનું ઝૂંડ ચોંટી જતાં એક કલાક મોડી ઉપડી

ગુજરાતના સુરત એરપોર્ટ પર મધમાખીઓના ટોળાને કારણે સુરતથી જયપુર જતી ફ્લાઇટ 1 કલાક મોડી પડી હતી બન્યું એવું કે ઈન્ડિગોની ફ્લાઇટ 6E784 ગઈકાલે સાંજે 4.20 વાગ્યે સુરતથી જયપુર જતી હતી.
બધા મુસાફરો વિમાનમાં ચઢી ગયા હતા. તેમનો સામાન લોડ થઈ રહ્યો હતો, ત્યારે હજારો મધમાખીઓ આવીને વિમાનના લગેજ ગેટ પર ચોંટી ગઇ હતી એરપોર્ટ સ્ટાફ મધમાખીઓથી પોતાને બચાવવા માટે ભાગી ગયો.

બધાને લાગ્યું કે મધમાખીઓ જાતે જ ઉડી જશે પરંતુ એવું બન્યું નહીં. આ પછી તેમને ભગાડવા માટે ધુમાડાનો ઉપયોગ કરવામા આવ્યો. તે પણ મદદરૂૂપ થયું નહીં આ પછી પાણીના જોરદાર પ્રવાહથી મધમાખીઓને દૂર કરવામાં આવી.આ બધાને કારણે, ફ્લાઇટ લગભગ એક કલાક સુધી એરપોર્ટ પર સ્થિર રહી. જ્યારે બધું સામાન્ય થઈ ગયું, ત્યારે ફ્લાઇટને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી.દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ પરવાનગી ન મળતાં, એર ઇન્ડિયાની રિયાધથી દિલ્હી જતી ફ્લાઇટ અઈં-926 ને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટ બપોરે 12:55 વાગ્યે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 પર પહોંચી હતી.

અહીં મુસાફરોને આગમન વિસ્તારમાં લાવવામાં આવ્યા હતા.આ પછી, ડ્યુટી સમય પૂરો થવાનું કારણ આપીને, પાયલોટે વિમાન ઉડાડવાનો ઇનકાર કર્યો હતો. આ કારણે, મુસાફરો લગભગ ત્રણ કલાક સુધી વિમાનમાં ફસાયા હતા અને બાદમાં તેમને રોડ માર્ગે દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતા.

 

Exit mobile version