કોઠારીયા રોડ આજીડેમ પોલીસ સ્ટેશનની સામે આવેલા ગુ.હા. બોર્ડ ક્વાર્ટરમાં રહેતી નીરૂૂબેન અનિલભાઇ સોરાણી (ઉ.વ.25) નામની પરિણીતાએ ઘરમાં પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
માહિતી મળ્યા મુજબ,ગઇકાલે નીરૂૂબેન ઘરમાં હતી ત્યારે તેણે ફાંસો ખાઇ લીધો હતો. તેના બે પુત્ર પૈકી મોટો પુત્ર બહારથી રમીને ઘરમાં આવ્યો ત્યારે માતાને લટકતી જોતાં દેકારો મચાવી મુકતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. નીરૂૂબેનના પતિને જાણ થતાં તે પણ કામેથી દોડી આવ્યા હતાં. બેભાન હાલતમાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ ટુંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના મહેશભાઇ જોગડાએ જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. આર. રાઠોડ અને સ્ટાફે જરૂૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારના પતિ છુટક ડ્રાઇવીંગ કરે છે.
સંતાનમાં બે પુત્ર છે જે મા વિહોણા થઇ ગયા છે. પતિ બપોરે જમ્યા બાદ કામે જવા નીકળ્યા પછી નીરૂૂબેને કોઇપણ કારણોસર આ પગલુ ભરી લીધુ હતું. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

