Site icon Gujarat Mirror

ગેરકાયદેસર માછીમારી કરતાં બોટમાલિકો સામે કડક કાર્યવાહી

ગુજરાત મિરર, પ્રભાસપાટણ તા.19- ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ દ્વારા ડ્રાઇવ સબબ દરીયાઈ પેટ્રોલીંગ તથા બોટ ચેકીંગ દરમ્યાન તા.12/12/24 થી તા.17/12/24 દરમિયાન સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તારમાં ગુજરાત મત્સ્યોધોગ નિયમો(સુધારા) 2020 મુજબ કાયદેસર કાર્યવાહી કરી બોટ માલીકો સંચાલકો વિરૂધ્ધ નીચે વિગતે અલગ અલગ કુલ-15 ગુન્હાઓ રજી.કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઈન્સ. એન.બી.ચૌહાણ નવાબંદર, મરીન ઇ.પો.ઇન્સ. વી.કે.ઝાલા, સોમનાથ મરીન ઇ.પોલીસ ઇન્સ. આર.એચ.લોહ, એસ.ઓ.જી. પો.સબ ઇન્સ. એન.એ.વાઘેલા, એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા, ઇબ્રાહીમશા બાનવા, મેરામણભાઇ શામળા, પ્રતાપસિહ ગોહીલ, પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા, ગોપાલસિંહ મોરી, કૈલાશસિહ બારડ, રણજીતસિંહ ચાવડા, મેહુલસિહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવિરસિંહ જાડેજા તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ સ્ટાફે કામગીરી હાથ ધરી હતી. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

Exit mobile version