Site icon Gujarat Mirror

માતાએ તરછોડેલી નવજાત બાળકીને રખડતા શ્ર્વાનોએ ફાડી ખાતા અરેરાટી

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાં એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણી મહિલા દ્વારા ત્યજી દેવાયેલી આ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હોવાનું સામે આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ગ્રામજનોને અરણીટીંબા ગામની સીમમાં લોહીલુહાણ હાલતમાં એક બાળકીનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ અજાણી મહિલાએ તાજી જન્મેલી બાળકીને ખુલ્લામાં ત્યજી દીધી હતી, જેના કારણે તે શ્વાનોનો શિકાર બની હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી બાળકીની ઓળખ કરવા અને તેની માતાને શોધી કાઢવા માટે વધુ કાર્યવાહી શરૂૂ કરી છે.

Exit mobile version