ગુજરાત

રાજ્ય વેરા નિરીક્ષકની તા.22મીએ પરીક્ષા, ઉમેદવારોની હાજરી બાયોમેટ્રિકથી પૂરાશે

Published

on

જીપીએસસી દ્વારા પ્રથમ પ્રયોગ કરાયો: 754 કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3ની ભરતી જાહેર કરાઈ હતી. જેની લેખિત પરીક્ષા 22મી ડિસેમ્બર 2024 લેવામાં આવશે. ત્યારે આ પરીક્ષાને લઈને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, નરાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં પહેલીવાર બાયો મેટ્રિક ફિંગર પ્રિન્ટ લેવાશે. સમગ્ર જિલ્લામાં 754 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા આ ઉપરાંત ઉમેદવારોને પરીક્ષામાં પહોંચવા એસટી બસની વ્યવસ્થા કરાઈ છે. જેમાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા અંગેની માહિતી આપતાં હસમુખ પટેલે જણાવ્યું હતે કે, આ પરીક્ષા માટે 1.85 લાખ સહમતિ પત્ર આવ્યા છે, જ્યારે સમગ્ર જિલ્લામાં 754 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.

આ ઉપરાંત પહેલીવાર બાયો મેટ્રિક ફિગર પ્રિન્ટ સેન્ટર ખાતે લાવશે. ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે વાહન વ્યવહારના એમડી સાથે ચર્ચા કરી છે. તેમને તમામ પરીક્ષા કેન્દ્ર સુધી ઉમેદવાર પહોંચે તેવી બસ વ્યવસ્થા કરી આપશે. વધુમાં જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, નએક ઉમેદવારની રજૂઆત હતી કે લેટ ફી ભરીને કોલ લેટર ડાઉનલોડ થઈ શકતા નથી. પરંતુ હવે સિસ્ટમ બરાબર ચાલી રહી છે લેટ ફી ભરી શકાય છે અને કોલ લેટર ડાઉનલોડ કરી શકાય છે. ઉમેદવાર પોતાની પેમેન્ટ સિસ્ટમ ચેક કરી લે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version