Site icon Gujarat Mirror

રાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયાનો વોર્ડ નં.6ની મહિલાઓએ ઉધડો લીધો

મોરબી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ટિકિટ માટે અસંતોષ ચરમસીમાએ, ભાજપની ગત ચૂંટણીમાં ચૂંટાયેલા સદસ્યોએ અપક્ષમાં ઝંપલાવ્યું

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ એ ગઈકાલે ઉમેદવારી જાહેર કરતાની સાથે મોરબી ભાજપમાં હોબાળો મચી ગયો છે જેમાં મોરબી ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે જેમાં અગાઉ ચૂંટાયેલા નગરપાલિકાના અમુક સદસ્યોને રીપીટ કરતા ઘણા ભાજપના જાણીતા સદસ્યોની બાદબાકી થઈ જતા રોષે ઉભરાયેલા સદસ્યોએ અપક્ષ માં ઉમેદવારી નોંધાવી ને લડી લેવાના મૂડમાં મેદાને પડ્યા છે જેમાં વોર્ડ નં 1માં પૂર્વ નગરપતિ દેવાભાઈ અવાડીયા ની ટિકિટ કપાતા તેને ગત ચૂંટણીમાં જીતેલ પેનલ માં દેવાભાઈએ તેની જગ્યાએ તેના પુત્ર અમિત અવાડિયા,જીજ્ઞાબેન ગામી, રાજુભાઈ રામાવત, નિરમાબેન કંજારીયા અપક્ષની પેનલ ઉતારી છે જ્યારે વોર્ડ નં 6 માં પૂર્વ નગરપતિ અનોપસિંહ જાડેજા ને તેના પત્ની સીતાબા જાડેજા ની ટિકિટ કપાતા તેને પણ અપક્ષમાં દાવેદારી નોંધાવી છે એ સિવાય વોર્ડ નંબર 7 માં આસિફ રહીમભાઈ ઘાંચી ગત ચૂંટણીમાં ભાજપમાં ચૂંટાયા હતા તેને આખી અપક્ષની પેનલ મેદાને ઉતારી છે જેમાં પૂર્વ સદસ્ય આસિફ ઘાંચી, સીમા સોલંકી સહિત ઉમેદવારો ની પેનલ અપક્ષ માં ઉમેદવારી નોંધાવી છે તેમ જ પૂર્વ સદસ્ય નરેન્દ્ર પરમાર, હર્ષદ કંજારીયા સહિત એ અપક્ષના ઉમેદવારી નોંધાવી છે.

ત્યારે સવાલો એ ઊભા થાય છે કે જો ટિકિટોમાં અસંતોષ પામેલ પાલિકાના પૂર્વ સદસ્યો જો ફોર્મ પરત ખેંચવાની ની છેલ્લી તારીખે જો ફોર્મ પાછા નહીં ખેંચે તો આ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ને અપક્ષોનો જંગ જામશે અત્રે ઉલ્લેખનીય છે કે ગત મોરબી નગરપાલિકામાં કુલ 13 બોર્ડમાં 52 સદસ્યો ભાજપના ચૂંટાયા હતા જ્યારે આ મોરબી મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ એ 52 સીટો ફરી જીતી બતાવવા રણકાર કર્યો છે ત્યારે આ વર્ષે ટિકિટોની થયેલ ફાળવણી માં ભાજપના જુના સદસ્યોને આગેવાનોમાં રોષ છે કદાચ આ ચૂંટણી ભાજપને નડી જાય એવા હાલ સંજોગો વર્તાય રહ્યા છે આજે મોરબી મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ને અપક્ષ સહિત 204 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

મોરબીના વોર્ડ નંબર 6 માં ભાજપના આગેવાન પૂર્વ નગરપતિ અનોપસિંહ જાડેજા ને તેના પત્ની સીતાબા જાડેજાની ટિકિટ કપાતા વોર્ડ નંબર 6 ના મતદારો મહિલાઓ સેવાસદન ખાતે આવેલા રાજ્યના મંત્રીને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો ઘેરાવ કરી ઉધળો લીધો હતો ને ઉકારે ને તુકારે ઉભો રે એ જેવા શબ્દો ભારે રોષ સાથે ઉચ્ચારી ને રાજ્યના મંત્રી કાંતિલાલ ને આડે હાથે લીધા હતા.

નામો કપાયા તે બદલ દિલગીર છુ અને માફી માંગુ છુ: અમૃતિયા
ત્યારે આજે રાજ્યના મંત્રી ને મોરબી ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ મીડિયા સમક્ષ એક જાહેર નિવેદન માં માફી માંગી ને જણાવ્યું હતું કે આ ચૂંટણી માં જે લોકો ને ટીકીટ માં અસંતોષ થયો છે ને નામો કપાયા છે જે બદલ હું દિલગીર છું ને માફી માંગુ છું કે ટીકીટ માટે થયેલ તમામ સદસ્યો ને આગેવાનો ની ટીકીટ કપાયી છે તે દૂધ માં સાકર ભળે તેમ ભળી જશે ને મોરબી ના વિકાસ માં સાથે જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી

Exit mobile version