Sports
શ્રીલંકાના શમ્મી સિલ્વા એસીસીના નવા વડા બન્યા
જય શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો
શ્રીલંકાના શમ્મી સિલ્વા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના નવા વડા બન્યા છે. તેમણે વિદાય લઈ રહેલા પૂર્વ પ્રેસિડેન્ટ અને હાલમાં આઈસીસીના ચેરમેન જય શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો હતો. બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા હતા પરંતુ 1લી ડિસેમ્બરે જય શાહે આઈસીસીના સૌથી યુવા ચેરમેન તરીકે હોદ્દો સંભાળ્યો હતો.
શાહે ત્રણ વર્ષ સુધી એસીસીના પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. શ્રીલંકાના શમ્મી સિલ્વાને એસીસીમાં મહત્વનું પદ સૌપ્રથમ વખત નથી મળ્યું, અગાઉ પણ તેઓ સંસ્થામાં નાણાં તથા માર્કેટિંગ કમિટીના ચેરમેન હતા. સિલ્વાએ એસીસી તરફથી સંસ્થાને આટલા વર્ષો સુધી ઉત્કૃષ્ટ નેતૃત્વ તથા નોંધપાત્ર યોગદાન આપવા બદલ જય શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.