Site icon Gujarat Mirror

દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સની વાપસી, ચેમ્પિયન ટ્રોફીમાં રમશે

ત્રણ વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી

દક્ષિણ આફ્રિકાના અનુભવી બેટ્સમેન એબી ડી વિલિયર્સે તેના ચાહકોને એક મોટી ખુશખબર આપી છે. દક્ષિણ આફ્રિકાનો આ ભૂતપૂર્વ ખેલાડી ક્રિકેટના મેદાનમાં પાછા ફરવા માટે તૈયાર છે. ડી વિલિયર્સે વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી રમતા જોવા મળશે. લગભગ 3 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર એબી ડી વિલિયર્સ ટૂંક સમયમાં મેદાન પર બોલરોને મુશ્કેલીમાં મુકતા જોવા મળશે.

ડી વિલિયર્સને ક્રિકેટ ઇતિહાસના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. તેણે નવેમ્બર 2021 માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. પરંતુ હવે તે પુનરાગમન કરી રહ્યો છે. જોકે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યો નથી. તેના બદલે ડી વિલિયર્સ જુલાઈ 2025 માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (ડબલ્યુસીએલ) ની બીજી સીઝનમાં ગેમ ચેન્જર્સ સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમ માટે રમતા જોવા મળશે. તેને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ દિગ્ગજ બેટ્સમેને પોતે ક્રિકેટમાં પાછા ફરવાની માહિતી સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે.

એબી ડી વિલિયર્સે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને ક્રિકેટના મેદાનમાં પાછા ફરવાની જાહેરાત કરી છે. કેપ્શનમાં લખ્યું, પઆ ઓફિશિયલ છે, હું આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 માં દક્ષિણ આફ્રિકાની ટીમ માટે રમીશ. તમારા કેલેન્ડર માર્ક કરો, આ ટુર્નામેન્ટ 18 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ચાલશે. પાંચ અન્ય દેશોના આટલા બધા દિગ્ગજો સાથે મુકાબલો ફરી શરૂૂ કરવા માટે રાહ જોઈ શકતો નથી.

Exit mobile version