Site icon Gujarat Mirror

દીકરી રિસામણે આવતાં પિતા ઉપર જમાઈ-વેવાઈનો પથ્થર વડે હુમલો

શહેરની ભાગોળે ગોંડલ રોડ પર બરકતીનગરમાં દીકરી રિસામણે આવતાં પિતા ઉપર જમાઈ અને વેવાઈ સહિત ત્રણ શખ્સોએ પથ્થર વડે હુમલો કરી માર મારતાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, બરકતીનગરમાં રહેતો રામજી સારાભાઈ સાડમીયા (ઉ.35) નામનો યુવાન ગત તા.1ના રાત્રે પોતાના ઘરે હતો ત્યારે તેના જમાઈ રમેશ, વેવાઈ વાલજીભાઈ અને એક અજાણ્યા શખ્સે આવી ઝઘડો કરી પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં રામજીભાઈ માલઢોરનો વ્યવસાય કરે છે તેમને સંતાનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી છે. પુત્રી સાસરેથી રિસામણે આવી હોય જેનો ખાર રાખી જમાઈ અને વેવાઈ સહિત ત્રણ શખ્સોએ ઘરે આવી ઝઘડો કરી માર માર્યાનું જાણવા મળ્યું છે.

Exit mobile version