Site icon Gujarat Mirror

ગુટખા માટે પૈસા નહીં આપતા પુત્ર પિતાનું માથું કાપી પોલીસમાં પહોંચ્યો

odishaથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેના પિતાની ગરદન કાપીને હાથમાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગયો. જેનાથી ખળભળાટ મચી ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે પૈસાની વાતને લઇ ઝઘડો થયો હતો. જે બાદ તે વ્યક્તિએ તેના પિતા પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી આ મામલો ઓડિશાના મયુરભંજ જિલ્લાનો છે. જ્યાં 40 વર્ષના પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરી નાખી છે.

અહેવાલો અનુસાર પુત્રએ ગુટખા ખાવા માટે તેના પિતા પાસેથી ગુટખા ખાવા 10 રૂૂપિયાની માંગણી કરી હતી. પરંતુ પિતાએ તે આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં પુત્રએ પિતાની ઘાતકી હત્યા કરી નાખી.

પિતાની હત્યા કર્યા બાદ 40 વર્ષનો પુત્ર પિતાનુ માથુ હાથમા લઈને સરેન્ડર કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે આ વ્યક્તિએ તેના 70 વર્ષીય પિતાનું તીક્ષ્ણ હથિયાર વડે માથું કાપી નાખ્યું અને ચંદુઆ પોલીસ સ્ટેશનમાં કપાયેલા માથા સાથે આત્મસમર્પણ કર્યું. તેની માતા સ્થળ પરથી ભાગી ગઈ હતી. આરોપી અને તેના માતા-પિતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

Exit mobile version