Site icon Gujarat Mirror

લાઈટ બિલના પૈસા બાબતે સાવકી માતા ઉપર હુમલો કરનાર પુત્રનો નિર્દોષ છૂટકારો

શહેરના માંડા ડુંગર વિસ્તારમાં લાઈટબીલ ભરવાના મુદે સાવકી માતા પર ઘાતક હથીયારથી હુમલો કરી ઈજા પહોંચાડવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપી પુત્રનો નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના માંડા ડુંગર વિસ્તારમાં રહેતા મહિલા ધ્વારા પુત્ર વિશાલ વિનોદભાઈ મકવાણા પાસે લાઈટબીલ ભ2વા અંગે પૈસાની માંગણી કરતા પુત્ર વિશાલ મકવાણાએ લાઈટબીલ ભરવાના પૈસા આપવાનો ઈન્કાર કરતા સાવકી માતા ધ્વારા પુત્રને ઠપકો આપવામાં આવ્યો હતો.

બાદ વિશાલ મકવાણાએ લોખંડના પાઈપ વડે માતાને માર માર્યો અંગેની તા.09/04/2023 ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં માતાએ પુત્ર વિશાલ મકવાણા સામે ફરીયાદ નોંધાવી હતી. આજીડેમ પોલીસ ઘ્વારા વિશાલ મકવાણા વીરૂૂધ્ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તપાસનીશ દ્વારા કોટેમાં ચાજેશીટ કર્યું હતું. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દિપ પી. વ્યાસ ઘ્વારા સ્વતંત્ર સાહેદો તેમજ ડોકટર, પોલીસ વિગેરે સરકારી સાહેદો તપાસી ફરીયાદીનુ નીવેદન અને નજરે જોનાર અન્ય સાહેદોનુ નીવેદન વિરોધાભાસ જણાય છે.

માત્ર હિત ધરાવતા સાહેદોની જુબાનીને આધારે આરોપીએ આક્ષેપીત ગુનાહિત કૃત્ય કરેલ હોય તેવુ સ્પષ્ટ પણે માની શકાય નહિ ફરીયાદ પક્ષ મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવાઓથી પુરવાર કરવામાં નિષ્ફળ નીવડેલ છે. તે દલીલ ધ્યાને લઇ અધીક જયુડીશ્યલ મેજી. ધ્વારા આરોપીને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.આરોપી વતી એડવોકેટ પી. સી. વ્યાસ, દિપ પી. વ્યાસ, લીગલ આસીસ્ટન્ટ તરીકે ઓમદેવસિંહ જાડેજા અને પ્રીયાબેન કોદવલા રોકાયેલ હતા.

Exit mobile version