Site icon Gujarat Mirror

કાલાવડ રોડ પર બે સોસાયટીના ત્રણ મકાનમાં તસ્કરોનો હાથફેરો, 9.50 લાખ મતાની ચોરી

પૈસા ગુમાવનાર દંપતીના એકલૌતા પુત્રનું અઠવાડિયા પહેલા જ અવસાન થયું હતુ : આરોપી હાથવેતમાં

કાલાવડ રોડ પરની ગોકુલમ હાઉસિંગ સોસાયટી અને તેની બાજુમાં આવેલી સોસાયર્ટીમાં કુલ ત્રણ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂૂા.9.49 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સીસીટીવી કેમેરાના આધારે રાજકોટ તાલુકા પોલીસે તપાસ આગળ ધપાવી છે.તેમજ આ ગેંગ જાણભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે.

વધુ વિગતો મુજબ,કાલાવડ રોડ પર ગોકુલમ સોસાયટીમાં રહેતાં જયોત્સનાબેન લાલજીભાઈ બગડા (ઉ.વ.43)એ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના એકલૌતા 10 વર્ષના પુત્રનું ગઈ તા.5નાં રોજ અવસાન થયું હતું.ગઈકાલે સવારે પરિવાર સાથે જૂનાગઢ માવતરને ત્યાં ગયા હતા. આજે સવારે પાડોશીએ મકાનમાં ચોરી થયાની જાણ કરતાં તત્કાળ રાજકોટ આવ્યા હતા. તપાસ કરતાં લોખંડના કબાટની તિજોરીનો લોક તૂટેલો હતો.

આ કબાટમાંથી 8 લાખના સોના અને ચાંદીના દાગીના તેમજ તિજોરીમાંથી રૂૂા.1.25 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી રૂૂા.9.34 લાખની મત્તા ગાયબ હતી. બાજુમાં આવેલ એકલવ્ય સોસાયટીમાં રહેતાં મોહિતભાઈ લાડવાના બંધ મકાનમાંથી પણ રૂૂા. 15 હજારની ચોરી થઈ હતી. તેની જ સોસાયટીમાં રહેતાં રેખાબેન રાજેશભાઈ રાઠોડના મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો.આ ત્રણેય ચોરીમાં એક જ તસ્કર કે ગેંગ સંડોવાયેલ હોવાની શંકાના આધારે તાલુકા પોલીસના પીઆઇ ડી.એમ.હરિપરા અને સ્ટાફે તપાસ આગળ ધપાવી છે.ક્રાઈમ બ્રાંચ અને એલસીબી ઝોન-રના સ્ટાફે પણ તપાસમાં ઝુકાવ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાંચને મહત્વની કડી મળી હતી. અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવી લેતા હાલ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Exit mobile version