ગુજરાત
મોરબી નજીક કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડો
મોરબી નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી એક કારખાનામાં ચાલતા કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કંડલાથી રાજસ્થાન જતાં કોલસાની ચોરી કરી તેમાં ધુળ ભરીને મોકલી આપવાના આ રેકેટમાં 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ મામલે હજુ પણ તપાસમાં વધુ ધરપકડ થાય તેવી શક્યતા છ.ે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બે ટ્રેઈલર, એક હિટાચી, ડોઝર તથા ફોર વ્હીલ તથા ટુ વ્હીલ સહિત કરોડોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મોરબી નજીક ગુંગણ ગામે કોલસા ચોરીનું રેકેટ ચાલતું હોવાની માહિતી ના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાયની સુચનાથી ડીવાયએસપી કે.ટી. કામળિયા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. ગુંગણ ગામે એક કારખાનામાં આ કોલસા ચોરીનું રેકેટ ચાલતું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 11 શખ્સોની ધરપકડ કરી હતી. અને સ્થળ ઉપરથી બે ટ્રેલર, એક હિટાચી તથા ડોઝર સહિત કરોડોની મશીનરી કબ્જે કરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ કંડલાથી સારી ક્વોલીટીનો કોલસો ટ્રક કે અન્ય વાહન મારફતે રાજસ્થાન મોકલવામાં આવતો હોય તે કોલસો ગુંગણ ગામે આવેલ કારખાનામાં ચોરી કરી ત્યાં ઠલવી નાખવામાં આવતો હતો અને તેના બદલે તેમાં કોલસા સાથે ધુળ મીક્સ કરીને મોકલી આપવામાં આવતી હતી. આ કોલસા ચોરીના રેકેટના છેડા કચ્છથી લઈ રાજસ્થાન સુધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે એસએમસીની તપાસમાં સમગ્ર મામલે હજુ પણ મોટા ખુલાસા સામે આવી શકે છે.