જેતપુરનાં જલારામ મંદિર પાસે આવેલા કારખાનાની ઓરડીમા સુતેલા નિંદ્રાધીન મજુર પર સાથી કર્મચારીએ માથામા ધારદાર હથીયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો છે. તમાકુ લેવાની ના પાડતા થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કરવામા આવ્યો હોવાનુ ફરીયાદમા જણાવ્યુ છે.
જેતપુર જુનાગઢ રોડ પર મયુર ગૌસ્વામીનાં કારખાનાની ઓરડીમા રહેતા મુળ મધ્ય પ્રદેશનાં શહડોલનાં મલાયા ગામનાં વતની કરણસિંહ ભુપતસિંહ ગોડ (ઉ.વ. 18 ) નામનો મજુર કારખાને હતો ત્યારે તેનાં જ ગામનાં જયસિંગ કુંવર ગોડ સાથે તમાકુ લેવા જવા બાબતે ઝઘડો થયો હતો કરણસિંહે તમાકુ લેવા જવાની ના પાડતા જયસિંહે દેખલુંગા તેમ કહી ચાલ્યો ગયો હતો . અને રાત્રીનાં કારખાનાની ઓરડીમા સુતેલા નિંદ્રાધીન કરણસિંહ પર ધારદાર હથીયાર વડે માથામા હુમલો કરી દીધો હતો . હુમલાખોર જયસિંહ ભાગી ગયો હોય આ મામલે કરણસિંહનાં પીતરાઇ ભાઇ શ્યામલસિંહ રામાઅવતાર ગોડ દ્વારા ફરીયાદ નોંધાવવામા આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
