Site icon Gujarat Mirror

લોકલ ટીપ્સના આધારે ચાંદીની ચોરીને અંજામ આપ્યો

1.60 કરોડની ચાંદીની ચોરીમાં સેલ સિંહ-રતનસિંહ મુખ્ય સૂત્રધાર

રાજકોટના ચંપકનગર શેરી નં.1માં આવેલા મકાનમાં ચાલતી શક્તિ સિલ્વર નામની પેઢી માંથી રૂૂા.1.62 કરોડની ચાંદીની ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખ્યો હતો. રાજકોટમાં થયેલી ચોરીમાં રાજસ્થાન અને બોટાદ પંથકના બૂટલેગરોની ટોળકીની સંડોવણી ખુલી હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ ની ટીમે અમદાવાદના સી/63, યમુનાનગર સોસાયટી, મધુવન સોસાયટીની પાસે, આદિશ્વર કેનાલ, નરોડા રહેતો મૂળ રાજસ્થાનના શિરોહીના વતની પ્રદિપ ચંપાલાલ પ્રજાપતિ (ઉ.વ-24)ની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમા ગયેલ ચાંદીના અલગ અલગ દાગીના મળી કુલ વજન 40 કિલો 738 ગ્રામના મુદ્દામાલ કબજે કરાયો હતો.

રાજસ્થાન અને બોટાદ પંથકના બૂટલેગરો અને તેમના સાગરીતોએ મળી આ ચોરી કરી હતી. ચોરી કરવા ક્રેટા કારમાં ચાર શખ્સો આવ્યા હતા. ચોરીમાં સીધી રીતે આઠેક આરોપીઓની સંડોવણી ખૂલી છે. ચોરીમાં કોઈ લોકલ દ્વારા જ ટીપ્સ આપવામાં આવી હોય જેના કારણે રતનસિંહ અને સેલસિંહએ આ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જેમાં રતનસિંહએ રાજુ ભોજકની મદદથી કાર અને બે સાગ્રીતોની મદદ લીધી હતી. જ્યારે સેલસિંહની સાથે મુકેશ અને છોટુ નામના શખ્સો ચોરી કરવા સાથે આવ્યા હતાં. આ ચોરીમાં અત્યાર સુધીમાં કુલ 110 કિલો ચાંદી કબજે કરવામાં આવી છે અને બેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સેલસિંહ, મુકેશ, જગો અને છોટુની શોધખોળ શરૂ કરાઈ છે.

મળતી વિગતો મુજબ મળતી વિગતો મુજબ સંત કબિર રોડ પર ચંપકનગરમાં અતુલભાઈ શક્તિ સિલ્વર નામના કારખાનામાંથી ગત.4 ફેબ્રુઆરીએ રાત્રે ક્રેટા કારમાં આવેલા તસ્કરોએ 11 જેટલા થેલા ભરેલા 140 કિલો ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. પડકારરૂૂપ આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ક્રાઈમ બ્રાંચના ડીસીપી જગદિશ બાંગરવા અને એસીપી બી. બી. બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોરની જુદી જુદી ટીમોએ સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી હતી. તસ્કરો ક્રેટા કારમાં આવ્યા હતા. તપાસમાં તેની નંબર પ્લેટ ખોટી નીકળી હતી. એટલું જ નહીં, ચોરી બાદ ક્રેટા કાર શહેરભરમાં ફરતી રહી હતી. આ રીતે આ ચોરી માટે પોલીસને ચકમો આપવા ફૂલપ્રુફ યોજના બનાવાઈ હતી. આમ છતાં આખરે ભેદ ખૂલી ગયો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એસ.જે.જાડેજા અને તેમની ટીમે અમદાવાદના સી/63, યમુનાનગર સોસાયટી, મધુવન સોસાયટીની પાસે, આદિશ્વર કેનાલ, નરોડા રહેતો મૂળ રાજસ્થાનના શિરોહીના વતની પ્રદિપ ચંપાલાલ પ્રજાપતિ (ઉ.વ-24)ની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમા ગયેલ ચાંદીના અલગ અલગ દાગીના મળી કુલ વજન 40 કિલો 738 ગ્રામના મુદ્દામાલ કબજે કરાયો હતો. તેની પૂછપરછમાં ચાંદીનો બીજો જથ્થો વડોદરા અને સુરત તરફ વેચવા માટે ગયાની માહિતી મળી હતી. જોકે તેની પાસેથી ચોરી કરનારા મુખ્ય સૂત્રધારોના નામ મળ્યા ન હતા. રાજકોટ ક્રાઈમ બ્રાંચ પાસે બીજા કે ત્રીજા દિવસે જ ચોરી કરનારાઓના નામ આવી ગયા હતા. જેના આધારે ક્રાઈમ બ્રાંચ તમામની શોધખોળ કરતી હતી. ત્યાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક આરોપીને 40 કિલો ચાંદી સાથે ઝડપી લીધાનું જાહેર કર્યું હતું. તપાસ કરતાં રાજકોટ ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું છે કે રાજસ્થાન અને બોટાદ પંથકના બૂટલેગરો અને તેમના સાગરીતોએ મળી આ ચોરી કરી હતી.

Exit mobile version