Site icon Gujarat Mirror

7000ની વસ્તી ધરાવતા શાસ્ત્રીનગરમાં 15 વર્ષથી રોડ-રસ્તા જ નથી, આંદોલનની ચીમકી

નાના મવા મેઇન રોડ પર આવેલી 7000ની વસ્તી ધરાવતી શાસ્ત્રીનગર સોસાયટી પ્રત્યે કોર્પોરેશન, સાંસદ, ધારાસભ્યના ઓરમાયા વર્તનના કારણે વર્ષોથી રોડ-રસ્તાના કામો ન થયા હોય જો આ અંગે યોગ્ય નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી સોસાયટીના એસો. દ્વારા મેયરને આવેદન પાઠવી કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવવાનું કે, અમારી સોસાયટી જયારથી રા.મ્યુનિ.કોર્પો. માં ભેળવવામાં આવી ત્યારે અમારી સોસાયટીના ખૂબ જ સારા રોડ-રસ્તા હતા.

પરંતુ વર્ષ: 2010-11 માં સોસાયટીમાં પાણીની પાઈપલાઈન તેમજ ટ્રેનેજ કનેકશન આપતા રોડ-રસ્તા તૂટતા સોસાયટી દ્વારા 80/20 ની સ્કીમ દ્વારા સોસાયટી તેમના હકકના નાણાં રોકીને રોડ-રસ્તા બનાવવામાં આવેલ છેલ્લા 15 વર્ષમાં સોસાયટીમાં કયારેય પણ ડામર કામ કરવામાં આવેલ નથી. ફકત પૂર્વ કોર્પોરેશનની ભલામણથી એકશન પ્લાનમાં મેઈન રોડની જ કામગીરી કરવામાં આવેલ. તો આજદિન સુધી વર્તમાન કોર્પોરેટરએ, ધારાસભ્ય કે સંસદ સભ્ય દ્વારા અમારી સોસાયટીમાં કયારેય પણ તેમની ગ્રાન્ટનો ઉપયોગ કરેલ નથી.

તો શું અમારી સોસાયટી રાજકોટ મ્યુનિ. કોર્પો. ના નકશામાં નથી કે શું ? અમારી સોસાયટી સૌથી મોટો એડવાન્સ ટેકસ ભરતી સોસાયટી છે. છતાં પણ સવલત ના નામે મીંડુ છે.
તેમાંય હવે સોસાયટીમાં 17.04.2025 થી ડી.આઈ. પાઈપ નાખવાની કામગીરી કરતા તે કરવી જરૂૂરી છે, પણ હવે પડયા ઉપર પાટા જેવી સ્થિતિનું સજસ્ત થયેલ છે. સોસાયટીના રોડ-રસ્તા એક તો વિકાસની રાહ જોતા હતા. તેમાંય ખોદાકામ થતાં હવે સંપૂર્ણ બિસ્માર હાલતમાં છે.તો આગામી દિવસોમાં સોસાયટીના સંપૂર્ણ રોડ-રસ્તા-ડામરથી મઢવામાં નહીં આવે તો 1200 ની આવાસ ધરાવતા તેમજ 7000 ની વસ્તી ધરાવતી અમારી સોસાયટી ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશે. જે બાબતની ગંભીર નોંધ લેશો.

Exit mobile version