ગુજરાત
વડોદરામાં વિનાશક પૂર આવ્યું ત્યારે PM મોદી આવ્યા હોત તો સારું હોત
વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહાર
આજે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાની મુલાકાતે છે ત્યારે તેમની આ મુલાકાત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે જેમાં તેમણે પીએમ મોદી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા આ સાથે તેમણે એવો આક્ષેપ પણ કર્યો છે કે, પીએમ મોદીની મુલાકાત પહેલા પોલીસે કેટલાક જાગૃક લોકોને તેમના ઘરમાં નજર કેદ કર્યા છે. તેમજ તેમણે વડોદરામાં વિનાશક પુર આવ્યું ત્યારે પીએમ મોદી આવ્યા હોત તો સારુ હોત તેમ પણ જણાવ્યું હતું. આ સાથે તેમણે ખેડૂતોને પાક નુકસાનનીનો મુદ્દો ઉઠાવતા ખેડૂતોને યોગ્ય વળતર આપવાની પણ માંગ કરી છે.
શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે, આપ ગુજરાત પધારો છો ત્યારે આપના સ્વાગત સાથે જણાવું છું કે આપની પોલીસ વડોદરામાં કેટલાય જાગૃત નાગરિકોને ગઈકાલ થી હાઉસ એરેસ્ટ કરીને બેઠી છે . વિશ્વામિત્રીનું પાણી વડોદરામાં આવ્યું અને જે વિનાશ થયો ત્યારે આપ પધાર્યા હોત તો સાચી ખબર પડી હોત . કુદરતી પાણીના નિકાલના રસ્તાઓ ઉપર દબાણ દૂર કરાવશો અને યોગ્ય વળતર માટે આદેશ કરશો તેવી વિનંતી . આજે ખેડૂત ખુબ મોટી મુશ્કેલીમાં છે.ખેડૂત આત્મહત્યા માટે મજબૂર બનેલ છે ત્યારે યોગ્ય વળતર આપવામાં આવે તે જરૂૂરી છે .350 કરોડની ઓગસ્ટ મહિનામાં જે જાહેરાત કરી હતી એમાં પણ ખેડૂતો સાથે બનાવટ કરવામાં આવી છે . હું માંગ કરું છું કે, સરકાર ઉદાર હાથે ખેડૂતોને , વેપારીઓને , જુપડપટ્ટીમાં રહેતા શ્રમજીવીઓ તથા ઘરોમાં નુકસાન થયેલ નાગરિકોને સહાય કરે અને નુકસાન સામે યોગ્ય વળતર આપે.પાકવીમાના નામે પણ ખુબ નુકશાન થયું છે. શા માટે પી.એમ. કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યું છે ?