Site icon Gujarat Mirror

મોરબીમાં ઓફિસમાંથી સાત લાખ રોકડની ચોરી

મોરબીમાં ચોરી લુંટ જેવી ઘટનાઓ અવર નવર બનતી જોવા મળી રહી છે મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ પર સત્યમપાન વાળી શેરીમાં લાઇટ માઇક્રો ફાઇનાન્સ પ્રા.લી.ની ઓફિસમાં ત્રાટકેલા તસ્કરો તીજોરીમાંથી રોકડ રકમ રૂૂ. 7,01,500 ની ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ રાજકોટ જીલ્લાના ખોખરી ગામના વતની અને હાલ મોરબીમાં નાની વાવડી ભૂમીટાવર પાછળ કબીરપાર્કમા રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.36) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમો માઇક્રો ફાઇનાન્સ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસના શટરના તાળા ખોલી ઓફિસમાં પ્રવેશ ઓફીસમાં રહેલ તીજોરીનો લોક ખોલી રોકડ રૂૂપિયા 7,01,500 ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Exit mobile version