Site icon Gujarat Mirror

જિલ્લા કલેક્ટર, એસપીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાને લઈ બેઠકોનો દોર શરૂ

11 જાન્યુઆરીએ પીએમ સંભવત: સોમનાથમાં, કોરિડોર પર મહત્વપૂર્ણ નિર્ણય આવવાની શક્યતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ, રોડ શો સહિતના વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. આ સાથે જ પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી શકે છે તેવી મજબૂત સંભાવનાઓ જોવા મળી રહી છે.પ્રધાનમંત્રીના સંભવિત સોમનાથ આગમનને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયો છે. જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કાર્યક્રમ સંબંધી આયોજનને લઈ બેઠકોનો દોર શરૂૂ થયો છે.આધારભૂત સૂત્રોમાંથી મળતી મહત્વપૂર્ણ માહિતી મુજબ, ઈ.સ. 1026માં મહંમદ ગઝનવીએ સોમનાથ પર ચડાઈ કરી હતી, અને હાલ ઈ.સ. 2026માં આ ઐતિહાસિક ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક સંદર્ભને ધ્યાનમાં રાખી સોમનાથ ખાતે વિશેષ અને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવાની શક્યતા છે.

1000 અશ્વ સોમનાથ ખાતે એકત્ર કરવાની તૈયારી ચાલી રહી છે. રાજ્યભરમાંથી પોલીસ માઉન્ટેડ દળના અશ્વોને સોમનાથ લાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ વિશાળ જાહેર સભા યોજવાની પણ ચર્ચા ચાલી રહી છે.જાહેર સભા માટે સદભાવના ગ્રાઉન્ડ ખાતે તંત્ર દ્વારા પ્રાથમિક વિઝિટ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમને લઈ સોમનાથ મંદિર પરિસર, માર્ગો, હેલિપેડ, જાહેર સ્થળો અને સભાસ્થળે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારી ચાલી રહી છે. પોલીસ, વહીવટી અધિકારીઓ તેમજ અન્ય સંબંધિત વિભાગો દ્વારા સ્થળ નિરીક્ષણ અને રૂૂપરેખા તૈયાર કરવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.પ્રધાનમંત્રીની સંભવિત મુલાકાત દરમિયાન કોરિડોર પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે.અથવા વિકાસ સંબંધિત નવા દિશાનિર્દેશ આપવામાં આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. આમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા હોય તંત્રએ તૈયારીઓ શરૂૂ કરી દીધી છે.

Exit mobile version