Site icon Gujarat Mirror

સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 19 સપ્ટેમ્બર સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશને ઊભી રહેશે

પશ્ચિમ રેલવે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ જંક્શન સ્ટેશન પર આરએલડીએ (RLDA) દ્વારા કરવામાં આવી રહેલા કામને કારણે પ્લેટફોર્મ નંબર 8 પર બ્લોક લેવામાં આવ્યો છે. આ કામને લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો અમદાવાદ જંક્શન સ્ટેશન પરનો સ્ટોપ અસ્થાયી રૂૂપે રદ કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન 19 સપ્ટેમ્બર, 2025 સુધી અમદાવાદને બદલે સાબરમતી જંક્શન સ્ટેશન પર ઊભી રહેશે.

અગાઉ આ ટ્રેનનો અમદાવાદ સ્ટેશનનો સ્ટોપ 05 જુલાઈ, 2025 થી 12 સપ્ટેમ્બર, 2025 સુધી રદ કરવામાં આવ્યો હતો. આ સમયગાળો હવે વધારીને 19 સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યો છે.
યાત્રીઓને વિનંતી છે કે તેઓ તેમની મુસાફરીનું આયોજન કરતી વખતે આ ફેરફારને ધ્યાનમાં રાખે.ટ્રેનના સમય, સ્ટોપ અને કોચની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry. indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. તેમ પશ્ર્ચિમ રેલવેના જનસંપર્ક કાર્યાલયની યાદી જણાવે છે.

 

Exit mobile version