નવાગામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા રમાબેન જુગલભારથી ગોસ્વામી નામના 80 વર્ષના વૃદ્ધા ખેરડી ગામે આગણવાડીમાં હતા ત્યારે મહિલા સરપંચના પતિ નીલેશભાઇ અને સસરા પરસોત્તમભાઇએ ઝઘડો કરી મારમાર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં રમાબેન ગોસ્વામીની પુત્રી ભાવનાબેન ખેરડી આગણવાડીમાં નોકરી કરે છે. પુત્રી રજા ઉપર હોવાથી રમાબેન આગણવાડીમાં હતા ત્યારે પિતા-પુત્રએ હુમલો કરી મારમાર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં એસટી વર્કશોપ પાછળ આવેલા ખોડિયાર નગરમાં રહેતો રામજી કુશનભાઇ બીન (ઉ.વ.26) રાત્રીના પોતાના ઘરે પાસે હતો ત્યારે અજાણયા શખ્સોએ મારમાર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

