Site icon Gujarat Mirror

મનહરપ્લોટમાં ચાવી બનાવવા આવેલા સરદારજી તિજોરીમાંથી 50 હજાર ચોરી ગયા

રાજકોટના મનહર પ્લોટ શેરી નં.5માં સરદારજી ચોરી કરી ગયાનો બનાવ બન્યો છે.અહિ રહેતા હર્ષાબેન દિલીપભાઈ પરમાર (ઉ.વ.57)ને ત્યાં ચાવી બનાવવાના બહાને આવેલા બે ગઠીયા તિજોરીમાંથી રૂૂા.50 હજારની ચોરી કરી ગયા હતા. એ-ડિવીઝન પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી છે.

બનાવ અંગે હર્ષાબેને પોલીસને જણાવ્યું કે તેના પાડોશી નિતીનભાઈ જાદવ એક સરદારજી પાસે પોતાના એકટિવાની ચાવી બનાવડાવતા હતા. તેના ઘરમાં રૂૂમના કબાટના લોકરની પણ ચાવી બનાવડાવવી હોવાથી નિતીનભાઈને સરદારજીને પોતાના ઘરે લઈ આવવાનું કહ્યું હતું. જેથી તે સરદારજીને તેના ઘરે લઈ આવ્યા હતા. આવીને સરદારજીએ ચાવી બનાવવાનું શરૂૂ કર્યું હતું. તે વખતે ત્યાં નિતીનભાઈ અને પોતે પણ બેઠા હતા. એવામાં બીજા સરદારજીએ આવી ચાવી બની ગયાનું કહેતાં નિર્તીનભાઈ તેને પૈસા આપવા ઘરે ગયા હતા. એ પછી હું મારા ઘરમાં જતાં સરદારજીએ ચાવી બની ગઇ છે કહ્યું હતું.

પણ મેં કબાટમાં ચાવી લગાડતાં નહિ લાગતાં સરદારજીએ એક કલાકમાં બીજી બનાવીને આપશું તેમ કહી જતા રહ્યા હતા.બે કલાક સુધી નહીં આવતાં શંકા લોકર તોડી જોતાં તિજોરીની અંદર ત્રણ પાકિટમાં રાખેલા રૂૂા. 50 હજાર ગાયબ મળ્યા હતા. એ-ડિવીઝનના પીએસઆઇ એચ. જે. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version