Site icon Gujarat Mirror

અમરેલીમાં રેતી માફિયાઓ બેફામ, પોલીસ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસ

પોલીસે રેતી ભરેલા ટ્રકને રોકતા હુમલો કરાયો હતો, પોલીસે ગુનો નોંધ્યો

અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિઓ બેફામ બની છે. શેત્રુંજી નદીના પટમાંથી રેતી ચોરીની ફરિયાદો વધતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. આવા જ એક કિસ્સામાં, ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રકને રોકવા ગયેલા પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન પર રેતી માફિયા દ્વારા વાહન ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.

ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતાને કારણે રેતી ચોરીની પ્રવૃત્તિઓ વધી રહી છે, જેને અંકુશમાં લેવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન જ અમરેલી તાલુકા પોલીસ પર રેતી માફિયા દ્વારા હુમલાનો પ્રયાસ થયો હતો, જે અંગે ફરિયાદ નોંધાઈ છે. અમરેલી તાલુકા પોલીસ દ્વારા વાંકીયા નજીકથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન એક ડમ્પરને પોલીસ સ્ટેશન લઈ આવી રહ્યા હતા, ત્યારે આરોપીએ સ્વીફ્ટ કાર વડે વારંવાર ડમ્પરને આગળ અવરોધ ઉભો કર્યો હતો.રાધેશ્યામ ચોકડી પાસે આરોપીએ પોતાની સ્વીફ્ટ કાર રોકીને રેતી ભરેલા ડમ્પરને પોલીસ સ્ટેશન લઈ જતા અટકાવ્યું હતું. જ્યારે પોલીસ કર્મચારીએ સ્વીફ્ટ કાર ચાલકને પૂછપરછ કરી, ત્યારે તેણે પોતાનું નામ પ્રકાશ, સુરેશભાઈ રાઠોડનો દીકરો હોવાનું જણાવ્યું હતું. તેણે પોલીસને ધમકી આપી હતી કે, જો તેના વાહનો છોડવામાં નહીં આવે તો તે પોલીસ પર માર મારવાનો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાનો ખોટો કેસ કરી દેશે. આરોપી પ્રકાશે કાયદેસરની કાર્યવાહી અટકાવવાના ઇરાદે નજીક આવી પથ્થર ઉપાડી પોતાના માથા પર મારવાનું શરૂૂ કર્યું હતું.

તેણે પોલીસ કર્મચારીઓને અપશબ્દો બોલીને કહ્યું કે, તેના પિતા ખૂબ માથાભારે છે અને તેઓ પાછળ આવે જ છે, જે બધાને મારી નાખશે. આવી જાનથી મારી નાખવાની ધમકી આપીને તે ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન ડમ્પરને પોલીસ સ્ટેશન લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટેશન લઈ આવ્યા બાદ તે સમયે આરોપી સુરેશ વિરાભાઈ રાઠોડ આવ્યા જે પોલીસ સ્ટેશન ચોપડે હિસ્ટ્રીશીટર છે. તેણે પોલીસને બે ફામ અપશબ્દો કહી આજે તો તમે મારા વાહનો લઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા છો, પરંતુ તમને તમામને ખોટા કેસમાં ફસાવી જાનથી મારી નાખવાના છે.

આટલું કહી બંને ડમ્પરોના ડ્રાયવરોને પોતાની ગાડીમાં લઇ ભાગી ગયા હતા. આ દરમિયાન પોલીસે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી જોકે, આરોપીએ પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાનને ઘૂંટણના ભાગે ઈજા કરી કાયદેસરની ફરજમાં રૂૂકાવટ કરી ફરાર થઈ ગયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી અજિતદાન ઈશ્વરદાન ગઢવીએ આરોપી સુરેશભાઈ વીરાભાઈ રાઠોડ,પ્રકાશભાઈ સુરેશભાઈ રાઠોડ બને રેહવાસી કેરાળા ગામના સામે હત્યાના પ્રયાસની ફરીયાદ નોંધવામાં આવી છે.

રેતી માફિયાઓ સામે પોલીસએ કડક કાર્યવાહી શરૂૂ કરતાં ખનીજ માફિયાઓને પોલીસ કણાની જેમ ઘટકી રહી છે સમગ્ર ઘટનામાં પી.આઇ.ઓમદેવ સિંહ જાડેજાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર રેતીચોરી સામે ઝૂંબેશ શરૂૂ કરી છે. અમરેલી તાલુકા અને શેત્રુંજી નદીના પટમાં મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે છતાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટરો, માઇન્સ સુપરવાઈઝર સહિત જિલ્લામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ શા માટે કાર્યવાહી કરવામાં નિષ્કાળજી રાખવામાં આવી રહી છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખનીજ વિભાગ કાર્યવાહી નહિ કરતા પોલીસ તંત્ર પાસે ફરિયાદો વધી રહી છે.

Exit mobile version