મનોરંજન
સલમાન યૂલિયા વંતુર સાથે લગ્ન કરશે??
સલમાન ખાન અને યૂલિયા વંતુર વચ્ચેના સંબંધો વિશે હંમેશા સમાચાર આવતા રહે છે, પરંતુ તાજેતરમાં તેમની વધતી નિકટતાએ ફરી એકવાર ચાહકોની આશાઓ વધારી દીધી છે. યૂલિયા વંતુરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં સલમાન ખાન તેના પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીર તેમની બોન્ડિંગ દર્શાવે છે અને તેને જોઈને ફેન્સે તેમના લગ્નની અટકળોને વેગ આપ્યો છે. સલમાને યૂલિયાના પિતાનો જન્મદિવસ દુબઈમાં સેલિબ્રેટ કર્યો હતો. સલમાનનું યૂલિયાના પિતા સાથે જન્મદિવસની ઉજવણી કરવું તે બંને વચ્ચેના પ્રેમ વિશે ચાહકોને વિચારવા માટે મજબૂર કરી રહ્યો છે. ચાહકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે શું સલમાન અને યૂલિયા તેમના સંબંધોને સત્તાવાર બનાવવા જઈ રહ્યા છે. સલમાનના ચાહકો માને છે કે બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ ખાસ છે અને હવે સમય આવી ગયો છે કે તેઓ આ સંબંધ વિશે વિચારે અને લગ્ન કરી લે. સલમાન 58 વર્ષનો છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી.