Site icon Gujarat Mirror

મકાનમાલિક અને ભાડુઆત વચ્ચેના કેસમાં મકાન માલિકની તરફેણમાં ચુકાદો

જામનગરમાં જમનાદાસ રામજી નાં નામથી ચાલતી પેઢીએ જામનગરનાં તાહેરાબાનું પાસેથી માસીક રૂૂા.850થી જગ્યા ભાડે રાખેલ હતી. વાદીની માલીકી જગ્યા બેડીબંદર પર દિપ ભવન પાસે આવેલ મેપાણી મેશન વાળી અંદાજે 1100 ચો.ફુટ જગ્યા ધંધો કરવાનાં હેતું માટેથી ભાડેથી રાખી હતી, પરંતુ ભાડુતે બેડીબંદર રોડ પર આવેલ. માઈલસ્ટોન નામથી આવેલ જગ્યામાં ભાડાવાળી જગ્યાથી બેગણી કરતા વધુ મોટી જગ્યા કુલ સ્વતંત્ર માલીકીથી ખરીદ કરી છે.

જે અદ્યતન ધંધો કરવાની જગ્યા ખરીદ કરતાં ભાડાવાળી જગ્યા તદન બંધ હાલતમાં કોઈ પણ જાતનાં વ્યાજબી કારણ વિના સદતંર છ મહિના કરતા વધુ સમયથી બંધ રાખતા મકાન માલીકે વકિલ. વી.પી.વરીયા અને હિતેન ઈ.ભટ્ટ મારફત જામનગરની અદાલતમાં ભાડાવાળી જગ્યા પરત લેવા કબજાનો દાવો દાખલ કર્યો હતો.

જેમાં તમામ પુરા વિજ જોડાણનો વપરાશ બંધ હતો, તેમજ જે.એમ.સી.નાં શોપ એસ્ટાબ્લીસમેન્ટ (ગુમાસ્તા ધારાનું) નું લાયસન્સ પણ રીન્યુ થયેલ નહી. પ્રતિવાદીએ પોતાનાં ધંધા માટે નવી ઓફીસ-ધંધા માટે ભાડાવાળી જગ્યા કરતા વધુ જગ્યા ખરીદ કરેલ હોવાનાં સબ-રજીસ્ટ્રાર કચેરીનાં જરૂૂરી દસ્તાવેજો મેળવી તેમજ જામનગર મહાનગર પાલીકાનાં ટેકસ ઓફીસરની જુબાની પી.જી.વી.સી.એલનાં અધિકારીની જુબાની વિગેરે મેળવી રજુ કરવામાં આવ્યા હતા.

જ્યારે ભાડુતનો એવો બચાવ હતો. ધંધાનો વિકાસ થતા નવી ઓફીસ બનાવેલ છે, પરંતુ ભાડાવાળી જગ્યામાં ધંધો ચાલુ જ છે. દિવાની દાવાઓમાં સાબીતીનો બોજો એક વખત મકાન માલીક ભાડાવાળી જગ્યા સતત છ માસ બંધ હતી. તેટલું સાબીત કરે કે વધુ સુવિધા વાળી જગ્યા કરતા વધુ મોટી અને સારી સુવિધા વાળી જગયા ખરીદ કરેલ હોવાનું મકાન માલીક સાબીત કરી લ્યે તો પછીનો પુરાવાનો બોજો ભાડુત પર જાય.
ભાડુત ધંધાવાળી જગ્યાનો વપરાશ ચાલુ હોવાનું સાબિત ન કરી શકયા નહતા, અને અદાલતે ભાડાવાળી જગ્યા મકાન માલીકને પરત સોંપી દેવાનો ભાડુતની વિરૂૂધ્ધમાં હુકમ અને હુકમનામું વાદી મકાન માલીકની તરફેણમાં કરી આપ્યુ હતું.

જામનગર શહેર ભાડાવાળી જગ્યાઓ મળવી હાડમારી છે, તેમજ નોન યુઝ રહેલી જગ્યા અંગે ભાડુતને રક્ષણ મળી શકે નહી, ભાડુતનાં રક્ષણ માટેનો કાયદો છે પરંતુ તે છતાં તે કાયદામાં દર્શાવેલ જોગવાઈની શરતોનો ભંગ કરે કે તેનાથી વિરૂૂધ્ધ વર્તન કરેતો જગ્યા ખાલી કરવી પડે મકાન માલીકો માટે આશાસ્પદ જજમેન્ટ આવતા આનંદની લાગણી થઈ છે.

Exit mobile version