ગુજરાત
માણાવદરનાં થાનિયાણા ગામના તલાટીમંત્રીની ફરજમાં રુકાવટ
ગૌચરની જમીનનાં રોજકામ વેળાએ માણાવદરના થાનિયાણા ગામના તલાટી મંત્રીની ફરજમાં રૂૂકાવટ કરી પંચના 2 માણસોને માર મારતાં પોલીસે 2 મહિલા સહિત 10 શખ્સ સામે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
માણાવદર તાલુકાના થાનિયાણા ગ્રામ પંચાયત હસ્તક પાણી પુરવઠા રોડ ઉપર આવેલ બહુચરની જમીનનો કેસ ચાલતો હોય જે કેસના કામે હાલની સ્થિતિ અંગે રોજ કામ કરી તારીખ 6 ડિસેમ્બરના રોજ રજૂ કરવાનું હોય 33 વર્ષીય તલાટી મંત્રી નીલમબેન અશોકભાઈ વસોયા બુધવારે બપોરે પંચને સાથે રાખી રોજ કામ કરવા ગયા હતા. સવાલ વાળી જગ્યાએ પંચરોજ કામ કરવાનું કામ શરૂૂ કરવાને તૈયારી કરતા હતા ત્યારે થાનીયાણા ગામના નાનજી સીદી, તેની પત્ની, જસ્મીન નાનજી, મેઘા સીદી, ભરત રૂૂડા, ભુપત હમીર, અજય રમેશ, પ્રવીણ માધા, તેની પત્ની અને બાબુ સીદીએ ધસી આવી તલાટી મંત્રી નીલમબેનની ફરજમાં રૂૂકાવટ કરી રોજ કામ નહીં કરવા દઈ અને મુકેશભાઈ વાજા, કાંતિભાઈ છગનભાઈને માર મારી ધમકી આપી હતી. આ ઘટનાને લઈ પોલીસે મહિલા તલાટી મંત્રીની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.