Site icon Gujarat Mirror

ઉપલેટામાં તલાટી મંત્રીના બંધ મકાનમાંથી રૂા.2.13 લાખની ચોરી

ઉપલેટામાં રહેતા અને કુતીયાણાના કંટોલ ગામ ખાતે તલાટી મંત્રી તરીકે નોકરી કરતા તલાટીના એક સપ્તાહ બંધ રહેલા મકાનમ તસ્કરો ત્રાટક્યા હતા અને દાગીના તેમજ રોકડ સહીત રૂૂ.2.93 લાખની મતા ચોરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ ઉપલેટા, અક્ષરધામ, સોસાયટી, લેઉવા પાટેલ સમાજ પાસે, બ્લોક નંબર 04માં રહેતા કુતીયાણાના કંટોલ ગામ ખાતે તલાતી મંત્રી તરીકે નોકરી કરતા અખમસિંહ શંભુસિંહ પારગીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે છેલ્લા છ વર્ષથી કંટોલ ગામ તા.કુતીયાણા ખાતે તલાતી મંત્રી તરીકે નોકરી કરે છે. સંતાનમા એક દિકરી તથા એક દિકરો છે જેમા સૌથી મોટો દિકરો કુલદિપ છે જે રાજકોટ ખાતે બી.સી.એ.મા અ ભ્યાસ કરે છે અને ત્યાજ હોસ્ટેલમા રહે છે.

અને તેનાથી નાની દિકરી રિધ્ધી જે ધોરાજી ખાતે ડ્રીમ સ્કુલમા 12 સાઇન્સ મા અભ્યા કરે છે. અને પત્ની લીલાબેન જે કોલકી આરોગ્ય ખાતામા નોકરી કરે છે. થોડા દિવસ પૂર્વે પત્ની અમારા મહીસાગરના કુરેટા ગામે રહેતા બનેવી રામાભાઈ જવરાભાઈ ડામોરની દિકરી સગુણાબેનના લગ્નમા ગયેલ હતા અને ત્યા એક અઠવાડીયુ રોકાયેલ અને ગઇ તા.31/05/2025 નાં રોજ ઉપલેટા ઘરે પરત આવેલ હતા ત્યારે પત્નીએ પહેરેલ ઘરાણા એક સોનાનુ બાજુબંધ તથા સોનાનો હાર તથા બુટ્ટી નો શેટ-1 એમ સોનાના દાગીના પાકિટમા રાખી અને અમારા રૂૂમના કબાટની તિજોરીમા અમો બન્ને પતી પત્નીએ જોઇને રાખેલ હતા બાદ ગઇ તા.05/10/2025 ના રોજ બહેન સવીતાબેન રામાભાઇ ડામોરનુ મરણ થયેલ હોય જેથી ત્યા ગયેલ હતો અને પત્ની લીલાબેન પાછળથી ત્યા આવવાના હતા બાદ ગઇ તા.08/10/2025 ના રોજ સવારના આશરે સાડા દસેક વાગ્યાના અરશામા પત્ની લીલાબેનનો મારા ફોનમા ફોન આવેલ અને મને વાત અરેલ કે આપણે જે મારા ઘરાણા એક સોનાનુ બાજુબંધ તથા સોનાનો હાર તથા બુટ્ટી શેટ-1 જે કબાટના મોટા લોકરમા પાકિટમા રાખે લ હતા તે સોનાના દાગીના મળતા નથી તેમ વાત કરતા તલાટી મંત્રી અખમસિંહે વાંધો નહી તમે ત્યા ઘરમાં ક્યાય મુકાય ગયેલ શે તમો ઘરમા બધે ગોતો તેમ વાત કરેલ બાદ પત્નીએ જણાવેલ કે ઘરમા બધી જગ્યાએ શોધખોળ કરેલ તેમ સતા મળી આવેલ નહી. અને પત્ની પણ કુરેટા ગામે આવેલ હતી. વતનમાં એકાદ અઠવાડીયુ રોકાયેલ બાદ અમો બન્ને અહી ઉપલેટા ઘરે આવેલ હતા અને અમોએ અમારા રાખેલ સોનાના દાગીના મળતા ન હોય જેથી ઘરમા તમામ જગ્યાએ શોધખોળ કરવા સત્તા મળી આવેલ ન હોય જે સોનાના દાગીના સહિત કુલ રૂૂપીયા 2,93, 130 ના સોનાના દાગીનાની કોઇ ચોરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version