અમુક નિયમો અંગે કલેકટર સાથે ચર્ચા બાદ ફોર્મ ભરાશે
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. કડક એસઓપીના કારણે એક પણ રાઈડ્સ સંચાલકે ફોર્મ ઉપાડ્યા નથી. પરંતુ ગુરુવારે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક તંત્રને મંજૂરી અંગેની સત્તા આપી દેવાતાં અને ફાઉન્ડેશન જો જરૂૂર પડે તો જ ભરવા માટેની સૂચનાઓ મળતાં રાઈડ્સ દ્વારા નિયમો હળવા થતાં હવે સોમવારથી રાઈડ્સ માટેના ફોર્મ ઉપાડશે અને લોકમેળામાં ભાગ લેવા માટેની જાહેરાત કરી છે.
આજે રાજકોટના બાલભવન ખાતે ગુજરાત વેલફેર એસોસિએશનના હોદ્દેદારોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં કડક જઘઙ ને કારણે સર્જાયેલી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ એસોસિએશને જાહેરાત કરી હતી કે હવે તમામ જિલ્લાઓમાં મેળા હવે રાઇડસ સંચાલકો ભાગ લેશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં પણ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે અને હવે સરકાર દ્વારા જઘઙ હળવી કરવામાં આવતા સોમવારથી રાઈડ્સ સંચાલકો ફોર્મ ઉપાડશે.
આજે સાંજે 5:00 વાગ્યે રાઈડ્સ સંચાલકોની કલેકટર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સોમવારથી ફોર્મ ઉપાડવા અંગે તેમજ મંજૂરી અંગેની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, અમુક નિયમોને વધુ હળવા કરવા અંગે પણ કલેક્ટર સાથે ચર્ચા કરવામાં આવશે.

