Site icon Gujarat Mirror

જામનગરમાં રિક્ષાચાલક અને તેના માતા-પિતા પર હુમલો

જામનગર માં ધરારનગર -2 વિસ્તારમાં ત્રણ માળિયા આવાસ માં રહેતા યુસુફભાઈ મોહમ્મદભાઈ સુમરા નામના આધેડે પોતાના પત્ની હસીનાબેન તેમજ પોતાના પુત્ર રીક્ષા ચાલક ઈમ્તિયાઝ ઉપર હુમલો કરી દઇ લોહીલુહાણ કરી નાખવા અંગે અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના વેવાઈ તૈયબભાઈ સુમરા, ત્યાં પુત્રવધુ સાઝમીનબેન સુમરા, ઉપરાંત અલ્તાફ સૈયદભાઈ સુમરા, અને શાયરાબેન અલ્તાફભાઈ સુમરા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે. જે ત્રણેય ને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુસુફભાઈ નો પુત્ર ઇમ્તિયાઝ કે જે રીક્ષા ચલાવે છે, અને પોતાની રીક્ષા પાર્ક કરી હતી, ત્યાં લેવા માટે જતા પોતાના સસરા તૈયબ ભાઈ સુમરા કે જેઓ તે જ વિસ્તારમાં રહેતી અન્ય એક મહિલા સાથે ઝઘડો કરી રહ્યા હતા, અને તે મહિલા એકલી હોવાથી તેની સાથે સમગ્ર પરિવારને ઝઘડો કરવાની ના પાડવા જતાં તૈયબભાઈ અને તેનો પુત્ર અલ્તાફ, ઉપરાંત સાસુ સાયરાબેન અને પત્ની નાઝમીનબેન કે જે હાલ રીસામણે બેઠી છે. તેઓએ આવીને રીક્ષા ચાલક પર હુમલો કર્યો હતો, અને તારે આ પાડોશી સ્ત્રી સાથે શું સબન્ધ છે, અને શેનું ઉપરાણું લ્યે છે, તેમ કહી ઝઘડો કર્યો હતો.

આ વેળાએ રિક્ષાચાલક ઈમ્તિયાઝના માતા-પિતા હુસેનાબેન અને યુસુફભાઈ આવી પહોંચતા તેના ઉપર પણ હુમલો કરી દેવાયો હતો. પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version