Site icon Gujarat Mirror

રીસેટ વેલ્થના સંચાલકોએ 40થી વધુ લોકોને 5.91 કરોડનો ધુંબો માર્યો

oplus_0

રાજકોટની સંજય માંગરોળિયા આણી મંડળી સામે અંતે છેતરપિંડીનો ગુનો નોંધાયો, આંક હજુ વધવાની શકયતા

ઉંચા વળતરની લાલચ આપી અનેક લોકોની મરણમૂડી ખંખેરી, મિલકતો વેંચી નાસી છૂટયા

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડી પાસે આવેલ રીસેટ વેલ્થ મેનેજમેન્ટ નામે કંપનીમાં સારૂૂ વળતર આપવાની લાલચે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના 40 જેટલા રોકાણકારો પાસેથી કરોડો રૂૂપિયાનું રોકાણ કરાવી વેપારી,વિધાર્થી તેમજ ગુહિણી અને ખેડૂતો સાથે રૂૂ.5.91 કરોડની છેતરપીંડી કરનાર સંજય માંગરોલીયા સામે અંતે માલવિયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

મળતી વિગતો મુજબ રીસેટ વેલ્થ મેનેજમેન્ટ નામે કંપનીમાં સારૂૂ વળતર આપવાની લાલચે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના 40 રોકાણકારો પાસેથી કરોડો રૂૂપિયાનું રોકાણ કરાવી છેતરપિંડી કરી હોવાની રજૂઆત ગત તા 8 જુલાઈના રોજ પોલીસ કમિશનરને કરવમાં આવી હતી. જે મામલે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા બાદ આ અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. રાજકોટના નાના મૌવામાં રહેતા નિર્મળસિંહ ભરતસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આર.કે. એમ્પાયરના બીજા માળે ઓફિસ નં 71 સી માં રીસેટ વેલ્થ મેનેજમેન્ટ નામની પેઢી ચાલવતા સંજય લાલજી માંગરોલીયાનું નામ આપ્યું છે.

રીસેટ વેલ્થ મેનેજમેન્ટ નામની પેઢી ચાલવતા સંજય લાલજી માંગરોલીયાએ ઉચા વળતરની લાલચ આપી રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના 40 જેટલા રોકાણકારો પાસેથી રૂૂ.5.91 કરોડનું રોકાણ કરાવ્યું હતું. રોકાણની રકમનું 5 ટકા વળતર મળતું હોવાની વાત કરેલ જેથી ઉપરોકત પેઢીની દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલ આર.કે.એમ્પાયરના બીજા માળે ઓફિસે બોલાવી સંજય અને તેના ઓફીસ નું સંચાલન કરતા સુરજ દ્વારા રોકાણ અંગે 5 ટકા વળતર આપવાનું કહી ફોનમાં એપ્લીકેશન ઈન્સ્ટોલ કરાવી હતી.બાદ વર્ષ 2023 થી તા.24/1/25 સુધીમાં બેંક મારફતે રોકાણ કરેલ હતું. જેનું ડીવીડન્ડ થોડો સમય રેગ્યુલર ચૂકવ્યા બાદ માર્ચ માસથી ડીવીડનની રકમ વિડ્રો કરે તે પહેલા જ એકાઉન્ટ બ્લોક કરી દીધા હતા.

જેનું વળતર પણ આપેલ ન હતું. રોકાણકારોનું ડીવીડન્ડ બાબતે સંજય માંગરોલીયાને રૂૂબરૂૂ મળ્યા ત્યારે તેને વાત કરતા બે મહિનામાં રકમ પરત આપી દેશું કહી બહાના બનાવી રૂૂ.5.91 કરોડની છેતરપીંડી આચરી હતી.આ મામલે અંતે માલવિયાનગર પોલીસે સંજય મંગોલિયા સામે ગુનો નોંધ્યો છે. આ છેતરપિંડીનો 100થી વધુ લોકો ભોગ બન્યા હોય હજુ પણ વધુ રોકાણકારો પોલીસ ફરિયાદ માટે આવશે તો છેતરપિંડી નો આંક વધી શકે છે. માલવિયાનગર પોલીસ મથકના પી.આઈ જે.આર.દેસાઈ સહિતના સ્ટાફે વધુ તપાસ શરુ કરી છે.

ચીટરે ગુજરાતી ફિલ્મો બનાવી રોકાણકારોને આકર્ષ્યા
રોકાણકારોને શીશામાં ઉતારવા માટે રિસેટ એન્ટટેઈનમેન્ટ કંપનીએ ગુજરાતી ફિલ્મો પણ બનાવી હતી. અને ગુજરાતી કલાકારોનો રોકાણકારોને આકર્ષવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતાં. આ કંપનીએ કાઠીયાવાડી ટેલ્સ વિકટર-303, સહિયર મોરીરે સહિતના ગુજરાતી ફિલ્મો બનાવ્યા હતાં. આ ફિલ્મોના એકટરોના ફોટોગ્રાફ કંપનીના પ્રમોશન માટે મુકવામાં આવતાં હતાં જેના કારણે અભણ અને ગ્રામ્ય વિસ્તારનાં રોકાણકારો આકર્ષાયા હતાં.

રીસેટ વેલ્થ મેનેજમેન્ટમાં રકમ ગુમાવનાર રોકાણકારો
કિરીટસિંહ અજીતસિંહ જાડેજા 22.50 લાખ, હિતેશ ભીમદાસ પરમાર 22 લાખ, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા 18 લાખ, વિરભદ્રસિંહ ગુલાબસિંહ જાડેજા 39 લાખ, રહેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા 39 લાખ, નરેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા 16.50 લાખ , ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજા 9.50 લાખ, ઋતુરાજસિંહ બલભદ્રસિંહ જાડેજા 6 લાખ , કિરીટસિંહ દશરથસિંહ જાડેજા 14 લાખ, નીર્મલસિંહ દશરથસિંહ જાડેજા 11.50 લાખ, અજયસિંહ કનકસિંહ ઝાલા 10 લાખ, પરાક્રમસિંહ નરેન્દ્રસિંહ જાડેજા 2.50 લાખ, રવીભાઇ કીશોરભાઇ ડાભી 48.50 લાખ, રવીરાજસિંહ નવલસિંહ જાડેજા 22 લાખ, ચંપકસિંહ મહીપતસિંહ જાડેજા 4.50 લાખ, ભગીરથસિંહ મોહબદસિંહ જાડેજા 10 લાખ, ભાવીન ગોવીંદભાઇ વેકરીયા 7 લાખ, લાભુબેન કાંતીલાલ જાગાણી 16 લાખ, શકિતસિંહ હરદેવસિંહ જાડેજા 16 લાખ, રાજેન્દ્રસિંહ ભાયસાબસિંહ દરબાર 6 લાખ, ધર્મેન્દ્રસિંહ ભાયસાબસિંહ 2.25 લાખ, ઉષાબા જયપાલસિંહ ઝાલા, ચીંતન વલ્લભભાઇ ભાલોડીયા 36 લાખ, પ્રફુલબા વનરાજસિંહ જાડેજા 12.50 લાખ, વિજયસિંહ બળવંતસિંહ જાડેજા પ લાખ , જયદેવસિંહ પોપટભા જાડેજા 19 લાખ, ખુમાનસિંહ ચંદુભા જાડેજા 15 લાખ, રવીરાજસિંહ અરુણકુમાર ગોહીલ 1.50 લાખ, જયવીરસિંહ સુરવીસિંહ ગોહીલ ર લાખ, જોશનાબા ક્રિપાલસિંહ ગોહીલ 14.50 લાખ , અનિરુધ્ધસિંહ ભીખુભા પરમાર 10 લાખ, હરપાલસિંહ ભરતસિંહ જાડેજા 30 લાખ, હરદેવસિંહ અનોપસિંહ ગોહીલ 3 લાખ, જયવિરસિંહ અરવીંદસિંહ સરવૈયા, મ્યુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા 6 લાખ , રુદ્રરાજસિંહ યુવરાજસિંહ જાડેજા 6 લાખ, રીટાબેન વીજયકુમાર દેવમુરારી 17 લાખ, ગીરીરાજસિંહ ઇન્દ્રસિંહ જાડેજા 11 લાખ અને મુકેશસિંહ ચંદ્રસિંહ ચુડાસમા 4 લાખ

Exit mobile version