Site icon Gujarat Mirror

રાજકોટનો લોકમેળો બનશે મનોરંજન મેળો, ચકડોળ-ચકરડીની જગ્યાએ ‘ડાયરા’ યોજવા ચર્ચા

નામી કલાકારોના કાર્યક્રમો અને ક્રાફ્ટ બજારને સ્ટોલ આપવા તૈયારી

રાઈડ્ળસ માટેની કડક ગાઈડલાઈનના કારણે ભારે ચકડોળે ચડેલો રાજકોટનો જન્માષ્ટમીનો મેળો આ વર્ષે લોકમેળના બદલે મનોરંજન મેળો બની રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મોટી રાઈડ્સ માટે મેળાના દરવાજા બંધ થતાં હવે તંત્રએ ચકડોળ-યાંત્રિક આઈટમોના પ્લોટ્સ મનોરંજક અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ હસ્તકલાના સ્ટોલ માટે ફાળવવા તૈયારી શરૂ કરી દીધી છે.

લોકમેળો યોજાવવાને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે. યાંત્રિક રાઈડના સંચાલકો દ્વારા રાજકોટ કલેકટર, રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યો તેમજ ગાંધીનગર ખાતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ પણ ગાંધીનગરથી એસોપીમાં છૂટછાટ કરવી કે કેમ તે બાબતે કોઈપણ પ્રકારના આદેશ રાજકોટ ખાતે આપવામાં નથી આવ્યા.

યાંત્રિક રાઇડ મામલે હજુ પણ ગૂંચવણ જેના કારણે હજુ પણ યાંત્રિક રાઇડ મામલે હજુ પણ ગૂંચવણ ઊભી થઈ છે. ત્યારે રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, યાંત્રિક રાઇડના પ્લોટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ, નામી કલાકારોના કાર્યક્રમ યોજવા કે કેમ તે બાબતે લોકો પાસેથી હાલ સજેશન મંગાવવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટરનો દાવો છે કે, છેલ્લા દસ દિવસમાં પણ તેઓ મેળાની તૈયારીઓ પૂર્ણ કરી મેળો યોજી શકે તેમ છે. હાલ ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. તેમજ મેળાના રિવાઈઝડ પ્લાનને લઇ હાલ ચર્ચા વિચારણા શરૂૂ છે. ત્યારે આગામી સમય જ બતાવશે કે રાજકોટમાં યોજાનાર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યાંત્રિક રાઈડ સાથે થાય છે કે પછી યાંત્રિક રાઈડ વગર જ લોકોએ મેળાની મજા માણવી પડશે.

Exit mobile version