ગોંડલ માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલી પેઢીઓના કૌભાંડના મુળિયા ખૂબ ઉંડા નીકળ્યા, કુલ 20 કૌભાંડિયા ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સમન્વય પોર્ટલ તથા ગઈઈછઙ પોર્ટલ -1930 પરથી મળેલ ડેટા ના આધારે ભારતભરમાં થયેલ 400 કરોડથી વધારેના ટ્રાન્ઝેક્શન મામલે ગુનો નોંધી આ મામલે રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી કરવા બેંક એકાઉન્ટ ભાડે આપનાર વેપારી સહીત ના 17 સામે પોલીસે ફરિયાદ નોંધી તમામ ધરપકડ કરી હતી.રાષ્ટ્રવ્યાપી સાયબર ગુનાખોરી નું નેટવર્ક ઝડપી પાડેલ હતુ. એકાઉન્ટનો જઅખઅગટઅઢઅ ઙઘછઝઅક તથા ગઈઈછઙ ઙઘછઝઅક 1930 પર શંકાસ્પદ એકાઉન્ટ બાબતે તપાસ કરતા તે એકાઉન્ટ પૈકી પડધરી મોવીયા યશ બેન્ક ખાતે ખુલેલ બેન્ક એકાઉન્ટ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ ખ/ત. જ્યોત ટ્રેડીંગ કંપનીના ખાતામાં તપાસ કરતા એકાઉન્ટ માંથી આશરે 200 કરોડની આસ-પાસની લેવડ-દેવડ મળી આવેલ. ગન્હાની તપાસ દરમ્યાન કુલ 20આરોપીઓ ને અટક કરવામાં આવેલ છે. અને આ આરોપીઓ પૈકી કુલ 17 આરોપીઓ હાલ કોર્ટ કસ્ટડીમાં છે. આ સમગ્ર પ્રકરણ માં કુલ 2500 કરોડ થી વધુ ની રકમના ટ્રાન્જેક્શન શોધી કાઢેલ હોય, આ બાબતે ગુનામાં આધારભુત મદદગારી કરનાર વર્તમાનના અને ભૂતકાળના બેન્કિંગ કર્મચારીઓની સંડોવણી ખુલી હોય પુરાવા સાથે તમામની પણ ધરપકડ કરવામાં આવી હતી.
રાષ્ટ્રવ્યાપી સાયબર ગુનાખોરી નેટવર્કનો પર્દાફાશ થયો હતો. જેની તપાસમાં 900 કરોડ થી વધુ ની રકમના ટ્રાન્જેક્શન બહાર આવ્યા હતા. પોલીસે આ પ્રકરણમાં ઊંડાણ પૂર્વક તપાસ કરતા આ ટોળકીએ 2500 કરોડ રૂૂપિયાની હેરાફેરી કરી હોવાનું ખુલ્યું હતું. ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી સાયબર ગુનાખોરી નેટવર્ક મામલે રાજકોટ ગ્રામ્યના જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું કે આ કૌભાંડમાં આગાઉ જય મનસુખભાઈ નાદપરા, રૂૂષિત તુલસીભાઈ રૈયાણી, મનીષ છગનભાઈ કમાણી, પ્રવીણસિંહ ભુપતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ કલ્યાણજીજાડેજા, આદિલ ઉદીન લાલાભાઈ ઉર્ફે યાજ્ઞીક ઝાલાવાડીયા, હર્ષિલ નીલેશભાઈ શાહ, મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા અને ભરતસિંહ પરમાર સહિતના દસ સામે ગુનો નોંધાયો હતો.
આ કૌભાંડમાં રૂૂષિતે તેના મિત્ર હર્ષિલ શાહ સાથે સંપર્ક કરાવી તેના ખાતામાં કરોડોની રકમનું ટ્રાન્ઝેક્શન કરાવેલ હતું. આ ટોળકીએ પૂર્વ આયોજિત કાવતરૂૂ રાખી ગુજરાત સહિત અન્ય રાજ્યના વિવિધ લોકોને લલચાવી, ફોસલાવીછેતરપિંડી આચર્યા બાદ ફોડના નાણા મેળવી બાદ વિવિધ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરી આ સાયબર ફોડના પૈસાને પોતાના આર્થિક લાભ હેતુથી મુળ અપરાધીઓ સુધી આ નાણા પોચે તે માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું હતું. આ ગુન્હાની તપાસમાં હાલ તપાસનીશ અધિકારીની મદદ હેતુથી એમપેનલ્ડ સી.એ.ની ટીમ ની સાથે તપાસ ચાલુ છે. કુલ તપાસમાં અત્યાર સુધીમાં કુલ 35 જેટલી પેઢીઓ તેમજ આ પેઢીઓના બેંક એકાઉન્ટ 85 ની તપાસ ચાલુ છે. ઉપરોક્ત એકાઉન્ટ ઉપર ભારત ભરના અલગ અલગ રાજયમાંથી કૂલ 535 ફરીયાદો સાયબર ક્રાઈમ પોર્ટલ-1930 પર રજીસ્ટર થયેલ છે.
આ ફરિયાદોમાં કુલ સાઇબર ફ્રોડની અરજદાર દ્વારા નોંધવાયેલ રકમ 74 કરોડ કરતાં વધુ ની મળી આવેલ છે. હજુ પણ આ અંગેની તપાસમાં આ સંખ્યામાં વધારો થશે રાજકોટના જય નાદપરા અને મનીષ કામાણીએ આર્થિક ખેંચ દૂર કરવા દેશભરમાંથી સાયબર ફ્રોડ અને ગેમીંગના કરોડો રૂૂપિયા જમાં કરી લાખોનું કમિશન મેળવી લીધું હતું. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય વિસ્તારની બેંકોમાં ખોલાવાયેલ મ્યુલ એકાઉન્ટનો ડેટા આપવામાં આવેલ, જે ડેટાનું સમન્વય પોર્ટલ પર વિશ્ર્લેષણ કરેલ જેમાં એકાઉન્ટ ધારક વિરૂૂધ્ધ 1930 માં થયેલ ફરિયાદ બાદ મનિષ કમાણી તથા જય નાદપરા તથા મિહિર રંગાણી મળી આશરે 900 કરોડ રૂૂપિયાથી વધુની તેના એકાઉન્ટથી હેરફેર કર્યાનું ખુલ્યું હતું.
મનિષ કમાણી તથા જય નાદપરાએ તેના બેન્ક એકાઉન્ટ મારફતે લેવડ-દેવડ થયેલ હોય તે તમામ રોકડા રૂૂપિયા ઉપાડી આંગડીયા મારફતે અગાઉના પકડાયેલ આરોપીઓ પ્રવિણસિંહ પરમાર તથા મહેન્દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ વાઘેલા મોટુ કમિશન લઇ તેલંગણાના આદીલુદીન મહમદ મુનીરૂૂદીન મહમદને ટ્રાન્સફર કર્યા હોવાનું ખુલ્યા બાદ આદીલુદીનની ધરપકડ કરી હતી. તેમજ આ ગુન્હામાં અગાઉ પકડાયેલ આરોપીઓ મનિષ કમાણી તથા જય નાદપરા ના બેન્ક એકાઉન્ટ રાજકોટ કુવાડવા રોડ જય ગુરૂૂદેવ પાર્ક -1 શેરી નં. 2માં રહેતા મીહીરભાઇ રામજીભાઇ રંગાણીને સાયબર ફ્રોડના નાણાને રોકડમાં રૂૂપાંતરીત કરી હેર ફેર કરવા સારૂૂ આપેલ હોવાનું તપાસમાં ખુલેલ હોય અને તે એકાઉન્ટમાં નાણાની લેવડ- દેવડ હિરેનભાઇ લીંબાસીયા મારફતે કરેલ હોય જેથી આ મીહીરભાઇ રામજીભાઇ રંગાણીની પણ ધરપકડ કરી હતી. તેની તપાસમાં આ મિહીર રંગાણી તથા મનિષભાઇ રામાણી હસ્તકના તમામ બેન્ક એકાઉન્ટમાં થયેલ નાણાની લેવડ દેવડ શીવાલય તીરૂૂપતિ પાર્ક -2 નાના મોવા હરિદ્રાર હાઇસ વાળી શેરીમાં રહેતા હિરેનભાઇ અશ્વિન લીંબાસીયાની મધ્યસ્થી થકી થયેલનું તપાસમાં ખુલ્યું હતું.
ટોળકીએ અલગ અલગ સમય અને સ્થળે પુર્વ આયોજીત કાવતરૂૂ રચી, ગુજરાત રાજય તથા અન્ય રાજયના અલગ અલગ ભોગબનનાર વ્યકિતઓને બદદાનથી કપટપુર્વક લલચાવી તેઓ સાથે સાયબર ફ્રોડ દ્વારા છેતરપીંડી કે ઠગાઇ કરી નાણા મેળવી, ગુન્હો કરેલ છે. આ તપાસ દરમ્યાન અત્યાર સુધીમાં પકડાયેલ આરોપીઓ દ્રારા આશરે 2500 કરોડ રૂૂપિયાની સાયબર ફ્રોડના નાણાનું રોકડમાં રૂૂપાંતર કરી તેની અલગ અલગ માધ્યમથી હેર ફેર કરેલનું તપાસમાં જણાયેલ છે. આ મામલે યસ બેન્કમાં પર્સનલ બેન્કર કાલાવડ મેઘપરના મૌલિક રામજીભાઇ કમાણી, કાલાવડ શિતળા ગામના યસ બેન્કના કર્મચારી કલ્પેશભાઇ વીઠ્ઠલભાઇ ડાંગરીયા અને યસ બેન્કના જવાબદાર પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતા જામકંડોરણા અનુરાગ ચંદુભાઇ બાલધાની ધરપકડ કરવામાં આવી છે.પી.આઈ વી. વી. ઓડેદરા , પી.આઈ આર. જે. ગોધમ , પીએસઆઈ એ. એન. કામળિયા , પીએસઆઈ. સી. બી. વાંક , પીએસઆઈ એમ. એન. રાઠોડ સાથે ટીમના કુમારભાઇ ચૌહાણ , મેહુલભાઇ સોનરાજ , મનવીરભાઇ મિયાત્રા , પ્રકાશભાઇ ડાંગર , વૈભવભાઇ ગોહેલ , પુજાબેન હેરભા , ગૌતમભાઇ પરમાર , નૈયદીપભાઈ વાણીયા , વનરાજભાઇ બાવળીયા , વિરરાજભાઇ ધાધલ , રવિદેવભાઇ વાજસુરભાઇ બારડે કામગીરી કરી હતી.
ત્રણ બેંક કર્મચારીઓએ સત્તાનો દુરુપયોગ કરી મદદગારી કરી
લોકલ ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમ પોલીસે બેન્કિંગ સિસ્ટમનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરતા યસ બેન્કના તત્કાલીન મેનેજર કલ્પેશ ડાંગરિયા અને કર્મચારીઓ મૌલિક કમાણી તથા અનુરાગ બાલધાની ધરપકડ કરી છે.આ આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળીને નિર્દોષ લોકોના નામે ખોટા દસ્તાવેજો અને બનાવટી સહીઓ દ્વારા બેન્ક ખાતા ખોલાવ્યા હતા. બેન્ક મેનેજર અને પર્સનલ બેન્કરે પોતાની સત્તાનો દુરુપયોગ કરી હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શનના એલર્ટ્સ દૂર કર્યા હતા અને કમિશનની લાલચે આંગડિયા મારફતે નાણાંની હેરાફેરીમાં મદદ કરી હતી. સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા બદલ પોલીસે આ બેન્ક કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

