Site icon Gujarat Mirror

રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય આયોજન

સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને રાજકોટના વિશાળ રેસકોર્સ મેદાન ખાતે ચૈત્રી નવરાત્રી તા.30 માર્ચથી 5 એપ્રિલ 2025 દરમિયાન સામાજિક સેવાકીય આયોજન

દરરોજ બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી કથા શ્રવણ બાદ હજારો ભાવિકો મહાપ્રસાદ લેશે

શ્રીરામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, વામન જન્મોત્સવ સહિતના તમામ ઉત્સવો ધામધુમથી ઉજવાશે

રવિવારના રોજ બપોરે 2 વાગ્યે વિરાણી હાઈસ્કૂલના મેદાનથી વિશાળ શોભાયાત્રા શરૂ થઈને સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ થઈને રેસકોર્સ મેદાન ખાતે પવિત્ર પોથીજીનું સ્થાપન થશે

વિશ્ર્વનાં સૌથી મોટા લોહાણા મહાજન ’રાજકોટ લોહાણા મહાજન’ દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તથા તેઓના આત્માની શાંતિ અર્થે ચૌત્રી નવરાત્રી 30 માર્ચથી 5 એપ્રિલ,2025 દરમ્યાન સુપ્રસિધ્ધ ભાગવતચાર્ય જીગ્નેશદાદા “રાધે રાધે”ના વ્યાસાસને રાજકોટનાં વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે 108 શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય-અલૌકીક આયોજન કરવામાં આવ્યું છે.

કથાનો સમય દરરોજ બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો રહેશે અને દરરોજ કથા વિરામ બાદ હજ્જારો ભાવિકો મહાપ્રસાદ લેશે. કથામાં હજ્જારો ભાવિકો-વૈષ્ણવો-સનાતનીઓ કૃષ્ણમય બનીને પુણ્યનું ભાથું બાંધશે. તા. 30 માર્ચ રવિવારનાં રોજ બપોરે 2 વાગ્યે રાજકોટનાં વિરાણી હાઈસ્કુલનાં મેદાનથી વિશાળ શોભાયાત્રા શરૂૂ થઈને સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ થઈને રેસકોર્ષ મેદાન ખાતે પવિત્ર ભાગવત પોથીજીનું સ્થાપન કરવામાં આવશે. શોભાયાત્રામાં ડ્રેસકોડ સાથે સાફા પહેરેલા યુવાનો બાઈક રેલી સાથે જોડાશે. ઉપરાંત સેંકડો ગાડિઓ પણ જોડાશે. મહિલા મંડળનાં બહેનો પણ રાસગરબાની રમઝટ બોલાવશે.

પવિત્ર 108 શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રીરામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી વામન જન્મોત્સવ સહિતનાં ઉત્સવો ધામધુમથી ઉજવાશે. રોજ રાત્રે 9 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. સમગ્ર ભાગવત સપ્તાહને અકિલા પરિવારનાં મોભી જ્ઞાતિશ્રેષ્ઠીશ્રી કિરીટભાઈ ગણાત્રાનો સહકાર તથા માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહયા છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહનાં ભવ્ય-દિવ્યઅલૌકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનનાં પ્રમુખ રાજુભાઈ પોબારૂૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ, મહાજન ઉપપ્રમુખ રૂૂપલબેન રાજદેવ, મંત્રી રીટાબેન કોટક, ખજાનચી ધવલભાઈ કારીયા, ટ્રસ્ટીઓ જીતુભાઈ ચંદારાણા, કિશોરભાઈ કોટક, હરીશભાઈ લાખાણી, એડવોકેટ શ્યામલભાઈ સોનપાલ, ડો. પરાગભાઈ દેવાણી, હિરેનભાઈ ખખ્ખર, એડવોકેટ તુષારભાઈ ગોકાણી, શૈલેષભાઈ પાબારી, દિનેશભાઈ બવારીયા, એડવોકેટ મનિષભાઈ ખખ્ખર, ડો. જનકભાઈ ઠક્કર, મુકેશભાઈ પાબારી, ડો. ભાવેશભાઈ સચદે, ડો.ચેતનભાઈ હિંડોચા, ધવલભાઈ ખખ્ખર, રીટાબેન કુંડલીયા, અલ્પાબેન બરછા, અલ્કાબેન પુજારા, નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, ભાવિનીબેન ખખ્ખર, સીમાબેન રાજદેવ, મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઈ પારેખ-દક્ષિણી, પિયુષભાઈ ગોકાણી, વિમલભાઈ લાખાણી, ભુવનેશભાઈ ચાંદ્રાણી, મૌલિકભાઈ ચાંદ્રાણી, ચેતનભાઈ દેવાણી, હેત જીગરભાઈ વિઠલાણી, પરેશભાઈ તન્ના, નવદિપભાઈ દતાણી, ભાવિકભાઈ એરડા, દર્શિતભાઈ ચૌહાણ, નિલેશભાઈ – ગોંડલીયા, હિતેષભાઈ અનડકટ, જયેશભાઈ કક્કડ, ભાવેશભાઈ રૂૂપારેલીયા, શુભમભાઈ રઘુરા, ભાવિકભાઈ પોપટ, અભયભાઈ પોપટ, કિરીટભાઈ કેશરીયા, દિપભાઈ કોટેચા, કપિલભાઈ ગણાત્રા, નિલેશભાઈ કોટેચા, પિયુષભાઈ અભાણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

Exit mobile version