રાજકોટના ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની રાજકોટ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલહવાલે કરી દીધા હતા આ મામલે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન પત્ર આપી મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સમક્ષ પાસા રીવોક કરવા માંગ કરાઈ હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાસાના આ હુકમને રાજ્યના ગૃહ વિભાગે રિવોક કર્યો છે આજે પાટી જાડેજાની જેલ મુકતી થશે. આજે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં સાબરમતીથી પીટી જાડેજાને લેવા પહોંચશે.
રાજકોટના સાંઇનગર વિસ્તારમાં રહેતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા)ના ઘરે ગત તા.4ની રાત્રિના તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને પી.ટી.જાડેજાની પાસા હેઠળ અટકાયત કરી તે રાત્રે જ તેને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દીધા હતા. આ ઘટનાના ક્ષત્રિય સમાજમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા. બીજી બાજુ પાંચેક દિવસ પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને રૂૂબરૂૂ મળ્યા હતા અને પી.ટી.જાડેજા સામે મનીલેન્ડ અને ધમકી આપવા અંગેના બે જ ગુના હોવા છતાં રાજકોટ પોલીસે તેમને ટાર્ગેટ કરી પાસા કર્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત બાદ ગૃહ વિભાગે પી.ટી.જાડેજા સામેનો પાસાનો હુકમ રિવોક કર્યો હતો આજે પી.ટી.જાડેજાનોે સાબરમતી છુટકારો થશે. ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે, મંગળવારે પી.ટી.જાડેજા જેલમાંથી બહાર આવશે ત્યારે મોટી સંખ્યામાં રાજકોટથી સમાજના આગેવાનો તેમને માનભેર લઇ આવવા અમદાવાદ ખાતે પહોંચશે.
ગત તા.21 એપ્રિલના સાંજે મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું અને મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું બોર્ડ બેનર લગાવ્યું હતું, જેના એક દિવસ પહેલાં એટલે કે તા.20ના સાંજે પી.ટી.જાડેજાએ કારખાનેદાર જસ્મિનભાઇને ફોન કરી 45 મિનિટ સુધી વાત કરી હતી અને મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી. આ કારખાનેદારને ક્ષત્રિય આગેવાને ધમકી આપી નઆરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે,થ કહી ગાળો પણ ભાંડી હતી. એટલું જ નહિ, આ પછી તા.21ના મંદિર પાસે લાગેલાં બેનર્સ પણ પી.ટી.જાડેજા લઈ ગયા હોવાનો અને મંદિરે શ્વાન લઇને આવી લોકોને ડરાવતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદી દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.

