રાજકોટ શહેરની ઐતિહાસિક ધરોહર સમા જુના દરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજના ટ્રસ્ટીઓની પારિવારિક અને ભાવનાત્મક માહોલમાં બેઠક યોજાઈ ગઈ જેમાં વર્તમાન અને ભવિષ્યના મુદ્દાને ધ્યાને લઈ વિવિધ પ્રશ્નોની છણાવટ કરી સકારાત્મક અને હકારાત્મક અભિગમ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની રૂૂપરેખા ઘડી કાઢવામાં આવશે.
રાજકોટ જિલ્લા રાજપૂત સમાજ ના ટ્રસ્ટીઓની અગત્યની મીટીંગ રાજકોટના જુના દરબારગઢ ખાતે મળી હતી. જેમાં, સંસ્થાના મહામંત્રી હરદેવસિંહ જાડેજાએ મીટીંગના એજન્ડા રજૂ કર્યો હતા. સર્વપ્રથમ અવસાન પામેલા બે ટ્રસ્ટીઓ માટે બે મિનિટ નું મૌન પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આવનારા વર્ષમાં સંસ્થા દ્વારા સમાજ સેવાના કયા કયા કાર્યો થઈ શકે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બાબત ઉપસ્થિત સર્વે ટ્રસ્ટીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ બેઠકમાં સંસ્થાના માર્ગદર્શક શક્તિસિંહ જાડેજા (કોટડા નાયાણી)એ સમાજ સેવાના અનુભવ ના આધારે કયા કયા સેવા કાર્યો સંસ્થા દ્વારા કરી શકાય તેવા ઉમદા વિચારો રજૂ કર્યા હતા. રાજકોટ જિલ્લા રાજપૂત સમાજ રાજકોટ અને ગુજરાત ભરમાં ક્ષત્રિય સમાજ માટે કામ કરતી અન્ય સંસ્થાઓ સાથે સંકલન કરી સમાજ સેવાના કામોને વધારે માં વધારે મજબૂત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં સંસ્થાના ટ્રસ્ટી અને રાજકોટના યુવરાજ સાહેબ જયદીપસિંહજી જાડેજા (રામરાજા)ના આતિથ્ય સત્કાર ભાવનો સર્વે ટ્રસ્ટીઓને વિશેષ લાભ પ્રાપ્ત થયો હતો.
બેઠકના અંતમાં ચંદ્રસિંહ જાડેજા (રોજીયા) દ્વારા ગીતાજીના અઢારમા અધ્યાય ના 43 માં શ્ર્લોકમા ક્ષત્રિયોના સાત સ્વભાવિક ગુણ ધરાવતા શ્ર્લોકનુ પઠન કરાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંસ્થાના ટ્રસ્ટીઓ એન. ડી. જાડેજા (રાજપરાગઢ), હરદેવસિંહ પી. જાડેજા (નાના મવા), ડો. સહદેવસિંહ જે. ઝાલા (કમાલપર), ચંદ્રસિંહ મનુભા જાડેજા (રોજીયા), દિવ્યરાજસિંહ જે. ગોહિલ-કુકડ (ભગતભાઈ) યુવરાજ સાહેબ જયદીપસિંહજી જાડેજા, દેવેન્દ્રસિંહ બી. ગોહિલ (કુકડ), દેવેન્દ્રસિંહ આર. જાડેજા (ટીકુભાઈ-)કોઠારીયા, પ્રતિપાલસિંહ એચ. જાડેજા (સોડવદર) અને મહિપાલસિંહ જે. વાળા (સાતવડી) ઉપસ્થિત રહ્યા હતા

