Site icon Gujarat Mirror

રૈયાધારે દંપતીના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા પિતા-પુત્રી સહિત ત્રણ પર હુમલો

ગુજરાત મિરર, રાજકોટ તા. 13
રાજકોટ શહેરના રૈયાધારે દંપતીના ઝઘડામા સમાધાન કરવા ગયેલા પિતા અને બંને પુત્રીઓ પર હુમલો કરવામા આવતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા. આ મામલે પોલીસે જણાવ્યુ હતુ કે આરોપીને સકંજામા લેવા તજવીજ ચાલુ છે અને હાલ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધવામા આવ્યો છે.

ધોરાજીના આનંદનગર સોસાયટીમા રહેતા તેજલબેન આકાશભાઇ વાઘેલા નામના રર વર્ષના પરણીતાએ પોતાની ફરીયાદમા સાગર રાજુ સુરેલા, રાજુ મફા સુરેલા અને કિશોર રાજુ (રહે. બધાય રૈયાધાર પાણીના ટાકા પાસે) નુ નામ આપતા તેઓની સામે કાર્યવાહી કરવામા આવી હતી. આ મામલે તેજલબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમને સંતાનમા એક પુત્ર છે અને તેમના કાકા વિરમભાઇની દિકરી સોનલના લગ્ન રૈયાધારે રહેતા સાગર સુરેલા સાથે દસેક વર્ષ પહેલા થયા હતા. સોનલબેન છેલ્લા એકાદ વર્ષથી રીસામણે આવેલા હોય તેમજ તેમના પતિ છુટાછેડા લેવાનુ કહેતા હોય પરંતુ સોનલને સંતાનમા એક દિકરો હોય જેથી તેમણે છુટાછેડા લેવાની ના પાડી દીધી હતી આ બાબતે ગઇકાલે તેઓ સોનલબેનનુ સમાધાન કરવા માટે ધોરાજીથી રાજકોટ આવ્યા હતા.

ફરીયાદી તેજલબેને વધુમા જણાવ્યુ હતુ કે ગઇકાલે બપોરના સમયે પિતાજી માલાભાઇ, પતિ આકાશભાઇ વાઘેલા અને કાકાની દિકરી સોનલ તેમજ કૌટુંબીક બહેન લક્ષ્મીબેન પ્રતાપભાઇ (રહે. હળવદ) વાળા બધા ગાડી લઇને સોનલબેનના સસરા કે જેઓ રૈયાધાર પાણીના ટાકા પાસે રહે છે ત્યા ગયા હતા. ત્યા જઇ વાત કરી કે સોનલને તમારે ત્યા રહેવુ છે માટે સમાધાન કરી નાખો. જેથી સાગરે ઉગ્ર અવાજે વાત કરતા કહયુ કે સોનલને આજેય નથી જોઇતી અને કાલે નથી જોતી તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો સાગર તેમજ તેમનો ભાઇ અને તેમના પિતાએ હુમલો કરતા તેજલબેનના પિતા માલાભાઇ અને બંને બહેનો સોનલ અને લક્ષ્મીબેનને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે અહીની સિવિલ હોસ્પિટલે ખસેડવામા આવી હતી આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકંજામા લઇ લેવા તજવીજ શરૂ કરી છે.

Exit mobile version