Site icon Gujarat Mirror

વરસાદે ખમૈયા કરતાં મચ્છરજન્ય અને વાયરલ રોગચાળામાં ઘટાડો

શરદી-ઉધરસ, ઝાડા-ઊલટી, તાવ, મેલેરિયા-ચિકનગુનિયાના કેસ ઘટયા, ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો

છેલ્લા એક અઠવાડીયાથી રાજકોટ શહેરમા નોંધપાત્ર માત્રામા વરસાદ નોંધાયો નથી. જેના પગલે મચ્છરજન્ય અને વાયરલ પ્રકારનાં રોગ નિયંત્રણમા આવ્યા છે. છેલ્લા અઠવાડીયામા મેલેરીયા અને ચિકનગુનીયાનો એક પણ કેસ નોંધાયો નથી. જયારે ડેન્ગ્યુનો ફકત એક જ કેસ નોંધાયો છે. આ ઉપરાંત ગયા અઠવાડીયા કરતા શરદી-ઉધરસનાં ર8, સામાન્ય તાવનાં 109 અને ઝાડા-ઉલ્ટીનાં પ4 કેસ ઓછા નોંધાયા છે. આ ઉપરાંત ટાઇફોડ તાવનો એક કેસ અને કમળાનાં બે કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગની યાદીમા જણાવ્યા પ્રમાણે આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.28/7/2025 થી તા.03/08/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 55,144 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 1423 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્યુવે રોગ અટકાયતીના ભાગરૂૂપે નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 629 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 166 અને કોર્મશીયલ 159 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે તથા 11 આસામીઓ પાસેથી મચ્છર ઉત્પતિ સબબ રૂૂા.6,600/- નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

Exit mobile version